કાલાવડમાં રાજકીય ગરમાવો: ભાજપના દિગ્ગજ નેતા કેસરીયો છોડી ‘ઝાડુ’ પકડશે? પંથકના રાજકારણમાં ભારે ચર્ચાઓ

હિન્દ ન્યુઝ, કાલાવડ       જામનગર જિલ્લાના કાલાવડ વિધાનસભા પંથકમાં અત્યારે એક મોટા રાજકીય સમાચાર વહેતા થયા છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, કાલાવડ ભાજપના એક અતિ દિગ્ગજ અને પાયાના નેતા આગામી દિવસોમાં ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ શકે છે. સત્તાધારી પક્ષમાં ભડકો, કાર્યકરોમાં સોપો       લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા અને વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા આ નેતાના પક્ષપલટાની વાતોએ ભાજપના સ્થાનિક સંગઠનમાં સોપો પાડી દીધો છે. જો આ નેતા…

Read More

કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ આઇસીડીએસ વિભાગની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ       કલેકટર કચેરી, દાહોદ ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ વિભાગની કામગીરીની સમીક્ષા હેતુ બેઠક યોજવામાં આવી હતી. આઈસીડીએસ વિભાગ દ્વારા તેમના વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. આંગણવાડીઓના બાંધકામ અંગેના આયોજનોના કામમાં થઇ ગયેલા કામો, બાકી રહેલા કામો અને કરવાના થતાં કામોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, બાળકોને તમામ ફેસીલીટી ઉપલબ્ધ રહે તે જરૂરી છે. જેમાં પીવાનું પાણી, પંખા, લાઈટ, શૌચાલય, બેસવા સહિતની તમામ વ્યવસ્થા ક્વોલીટી યુક્ત અને ટકાઉ રહે તે મુજબ આંગણવાડીનું સ્ટ્રક્ચર હોવું જોઈએ.…

Read More

રાજ્ય સરકારની યોજના હેઠળ ૫ મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને ૨ જોયસ્ટીક વ્હીલચેરનું દિવ્યાંગોને વિતરણ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યો છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ની નવી શરૂ કરાયેલ યોજના અંતર્ગત, આજે છોટાઉદેપુર જિલ્લામાં ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી દ્વારા આજે ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યમાં આ યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કક્ષામાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના દિવ્યાંગોને સાધન સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે કુલ ૦૫ લાભાર્થીઓને મોટરાઈઝડ…

Read More

તા. ૧૪ અને ૧૫ માર્ચ ના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ડાંગ જિલ્લાના પ્રવાસે

હિન્દ ન્યુઝ, ડાંગ     દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ ૧૪ અને ૧૫ માર્ચના રોજ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે.      તેમની આ ની મુલાકાત દરમિયાન જિલ્લામાં સુચારુ આયોજન, વ્યવસ્થા, અને જરૂરી સંકલન જાળવવા અર્થે લાયઝન અધિકારી વ ડાંગના જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી.  જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિશ્રીના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સૂચારુ આયોજન, વ્યવસ્થા અને સંકલન જાળવવા સાથે આનુષાંગિક તૈયારીઓ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બે દિવસો દરમિયાન ભૂતપૂર્વ ઉપરરાષ્ટ્રપતિ…

Read More

૧૩ માર્ચ : વર્લ્ડ સ્લીપ ડે’ – આ વર્ષની થીમ છે ‘સારી ઊંઘ, સારું જીવન’

હિન્દ ન્યુઝ, ભુજ     આપણે જોઈએ છીએ કે, આજકાલ નાની ઉંમરે લોકોને ડાયાબિટીસ, બી.પી. હાર્ટ એટેક અને ફેફસાંના રોગોનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે. નાની ઉંમરે મેદસ્વિતાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે, તેના માટે શું આપણી બદલાતી જીવનશૈલી જવાબદાર છે ?       પ્રતિ વર્ષ ૧૩ માર્ચના રોજ ‘વર્લ્ડ સ્લીપ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘સારી ઊંઘ, સારું જીવન’ છે. ‘વર્લ્ડ સ્લીપ ડે’ ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને તંદુરસ્ત ઊંઘ વિશે જાગૃત કરવા અને સ્વસ્થ જીવન…

Read More

દાહોદમાં સાધન સહાય યોજનામાં દિવ્યાંગ લાભાર્થીઓને મોટરરાઈઝ ટ્રાઇસીકલ-૧૪૮ અને જોયસ્ટીક વ્હીલચેર-૧૦ વિતરણ કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ ભવન, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યના દિવ્યાંગજનોને મોટરરાઈઝ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હીલચેર આપવાની રાજ્ય સરકારની નવિન યોજના અંતર્ગત પ્રતિકાત્મક સાધન સહાય વિતરણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉપરોક્ત સાધન સહાય યોજનામાં દિવ્યાંગ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દાહોદ જિલ્લા ખાતે જિલ્લામાં સમાજ સુરક્ષા કચેરીના ચીફ પ્રોબેશન ઓફિસર આર.પી.ખાટા તથા BLIND WELFARE COUNCIL ના યુસુફી કાપડીયાના હસ્તે લીલી ઝંડી આપી સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટરરાઈઝ ટ્રાઇસીકલ-૧૪૮ અને જોયસ્ટીક વ્હીલચેર-૧૦ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કચેરીના કર્મચારીઓ…

Read More

કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ સંકલન અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટરએ સૌ અધિકારીઓને સિંગવડ તાલુકા ખાતે યોજાનાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ અન્વયે થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમના સફળ અને સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા. આ દરમ્યાન કલેક્ટરએ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુપેરે નિભાવવાની સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળે તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે સુનિશ્ચિત થાય તે માટે…

Read More

ડાંગ જિલ્લા આહવાના તળાવ (બંધારા) ખાતે નાગરિક સંરક્ષણ વિષયક તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ  નાગરિક સંરક્ષણ હેતુ રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત આજરોજ આહવા ખાતે સિવિલ ડિફેન્સ અંગેની મોક ડ્રીલનું આયોજન કરાયું હતુ. આ મોકડ્રીલ દરમિયાન ઉભી થતી સમસ્યાઓ સામે કેવી રીતે કૂનેહથી કેવા પ્રકારની કામગીરી કરવી તે માટે પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આહવા ખાતે સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ દરમિયાન પોતાની જાતને કેવી રીતે બચાવવી, અન્ય લોકોને કેવી રીતે બચાવવા, સલામત સ્થળનો ઉપયોગ કરવો વગેરે બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સ તાલીમએ એવી તાલીમ છે જે નાગરિકોને આપત્તિના સમયે…

Read More