કાલાવડમાં રાજકીય ગરમાવો: ભાજપના દિગ્ગજ નેતા કેસરીયો છોડી ‘ઝાડુ’ પકડશે? પંથકના રાજકારણમાં ભારે ચર્ચાઓ

હિન્દ ન્યુઝ, કાલાવડ

      જામનગર જિલ્લાના કાલાવડ વિધાનસભા પંથકમાં અત્યારે એક મોટા રાજકીય સમાચાર વહેતા થયા છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, કાલાવડ ભાજપના એક અતિ દિગ્ગજ અને પાયાના નેતા આગામી દિવસોમાં ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ શકે છે.

સત્તાધારી પક્ષમાં ભડકો, કાર્યકરોમાં સોપો

      લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા અને વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા આ નેતાના પક્ષપલટાની વાતોએ ભાજપના સ્થાનિક સંગઠનમાં સોપો પાડી દીધો છે. જો આ નેતા ખરેખર આમ આદમી પાર્ટીમાં જોડાય છે, તો કાલાવડ ભાજપ માટે આ એક મોટો ફટકો સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તેમની લોકપ્રિયતા ભાજપ માટે ચિંતાનો વિષય બની છે.

     રાજકીય પંડિતોના મતે, છેલ્લા કેટલાક સમયથી આ દિગ્ગજ નેતા પક્ષની કેટલીક નીતિઓ અથવા સ્થાનિક નેતૃત્વથી નારાજ હોવાનું મનાય છે. સરકારી કાર્યક્રમો કે પક્ષની બેઠકોમાં તેમની ગેરહાજરીએ આ શંકાઓને વધુ બળ આપ્યું હતું. બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે તેમની ગુપ્ત બેઠકો થઈ હોવાની પણ ગંધ આવી રહી છે.

શું કહે છે આમ આદમી પાર્ટી?

    આ મામલે આમ આદમી પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો મૌન સેવી રહ્યા છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં એક મોટો કાર્યક્રમ યોજીને આ દિગ્ગજ નેતાનું વિધિવત રીતે સ્વાગત કરવામાં આવશે. ‘આપ’ કાલાવડમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે લાંબા સમયથી કોઈ મજબૂત ચહેરાની શોધમાં હતી, જે હવે પૂર્ણ થતી જણાય છે.

       વાસ્તવિકતામાં બદલાશે, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે. ભાજપના ગઢ ગણાતા કાલાવડમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીએ આ ‘માસ્ટર સ્ટ્રોક’ માર્યો હોય તેમ લાગી રહ્યું છે.

      હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહે છે કે પછી કાલાવડમાં ‘ઝાડુ’ ફરે છે? આ ચર્ચાઓએ હાલ તો કાલાવડની બજારોમાં અને સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી છે.

Related posts

Leave a Comment