મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

હિન્દ ન્યુઝ, દાહોદ

   દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા ધાનપુર તાલુકાના રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલી સ્ટાફ મિટિંગમાં હાજરી આપી આરોગ્ય સેવાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

મિટિંગ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની પ્રગતિ, સેવા ગુણવત્તા, સમયસર કામગીરી તેમજ દર્દીઓને વધુ સારી અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ ડૉ. ઉદય ટીલાવત દ્વારા આશા વર્કરો સાથે સંવાદ યોજાયો હતો. સંવાદ દરમિયાન આશા વર્કરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવતી માતા-બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ, આરોગ્ય જાગૃતિ સહિતની વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી. 

ઉપરાંત, ફિલ્ડમાં કામગીરી દરમિયાન આવતી સમસ્યાઓ અને પડકારોની ચર્ચા કરી તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાથમિક આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવી દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર, સુલભ અને સમયસર આરોગ્ય સેવાઓ પહોંચે તે માટે આરોગ્ય વિભાગ સતત પ્રતિબદ્ધ છે.

“સુદૃઢ પ્રાથમિક આરોગ્ય સેવા દ્વારા દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ.”

Related posts

Leave a Comment