પંચમહાલ જિલ્લાના ગોધરા નિરંકારી સત્સંગ ભવન માં નિરંકારી ભક્તો એ કોરોના કાળ માં‌ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક અનોખો સેવાનું કાર્ય કર્યું

હિન્દ ન્યૂઝ, ગોધરા

તા.૨૭, સદગુરુ માતા સુ દીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજરોજ ગોધરા નિરંકારી સત્સંગ ભવન માં રક્તદાન શિવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ 19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું. જેનું ઉદઘાટન દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી ના કર કમલો દ્વારા કરવામાં આવ્યું.  કોરોના વાયરસ ના કાળમાં‌ થી દરેક વ્યક્તિ ભયભીત છે તેથી જ બ્લડ બેન્કમાં રક્તની ઉણપ સર્જાય રહી છે. આવામાં ડોક્ટરોની માંગ પર સંત નિરંકારી મિશન આગળ આવ્યું.

દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે સંત નિરંકારી ચેરીટેબલ ફૉઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં ૧૯૮૬ થી ૨૦૨૦ સુધીમાં ૬૩૬૫ થી વધુ રક્તદાન શિબિર નું આયોજન કરી ૧૧,૩૬,૫૬૦ થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી ૩ લાખ થી વધુ માનવ જીવન ને ઉગારેલ છે. તેમણે જણાવ્યું કે કોરોના કાળમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ ૧૫૦ થી વધુ યુનિટ રક્ત માનવતાના હિતમાં સમર્પિત કરવામાં આવ્યું છે. અંતમા ગોધરા બ્રાન્ચના સંયોજક શ્રીમતી વિદ્યાદેવી એ આવેલ તમામ ધર્મપ્રેમીઓ અને રક્તદાતાઓ નો આભાર માન્યો હતો.

રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ

Related posts

Leave a Comment