હિન્દ ન્યુઝ, ગાંધીનગર દર વર્ષે ૩ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ શ્રવણ દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કાનની સંભાળ અને બહેરાશ નિવારણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. વર્ષ ૨૦૨૬માં પણ આ દિવસ એક વિશેષ થીમ સાથે ઉજવાઈ રહ્યો છે, જે આપણને સમજાવે છે કે સાંભળવાની ક્ષમતા એ કુદરતની અનમોલ ભેટ છે. આજના સમયમાં હેડફોનનો વધુ પડતો વપરાશ, ઘોંઘાટિયું પ્રદૂષણ અને જીવનશૈલીના કારણે સાંભળવાની શક્તિ નબળી પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ૨૦૨૬નો આ દિવસ મુખ્યત્વે “વહેલું નિદાન અને સુરક્ષિત શ્રવણ” પર…
Read MoreDay: March 3, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરપાડા અને ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો માટે રૂ.૯૨૭ કરોડની ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના’નું લોકાર્પણ થશે
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૭મી માર્ચના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી આદિવાસી પંથકની જીવાદોરી સમાન ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજના’નું લોકાર્પણ કરશે. રૂા.૯૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજના થકી વર્ષોથી સિંચાઈના પાણીની અછત ભોગવતા ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના ૭૩ ગામોના હજારો ખેડૂતોને સિંચાઈ મળવાથી સીધો લાભ મળશે. આ ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે આજરોજ જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી ઈશ્વરભાઈ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ સાદડપાણી સ્થિત પમ્પિંગ સ્ટેશન નં-૪ અને કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે…
Read Moreવાંસના કામણ: નેત્રંગના વજીરભાઈની કળાએ ગાંધીનગરના વસંતોત્સવમાં મેળવી ભારે લોકચાહના
હિન્દ ન્યુઝ, ગાંધીનગર કળા જ્યારે રગેરગમાં વણાયેલી હોય ત્યારે તે કુંડામાં રાખેલા છોડની જેમ નહીં, પણ જંગલના વટવૃક્ષની જેમ ખીલી ઉઠે છે. આવું જ કંઈક જોવા મળ્યું ગાંધીનગરના આંગણે યોજાયેલા ‘વસંતોત્સવ’માં, જ્યાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના કલાકાર વજીરભાઈ કોટવાળીયાના વાંસની કલાકૃતિઓએ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નેત્રંગના હાથાકુંડી ગામના આ કુશળ કારીગરોની આંગળીઓમાં જાણે જાદુ વણાયેલો છે. વજીરભાઈ કોટવાળીયા અને તેમનો પરિવાર વાંસના સાદા ટુકડાઓને કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓમાં ફેરવી નાખે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી વાંસની વોલ ફ્રેમ્સમાં ભગવાન ગણેશ, લક્ષ્મીજી, ગૌતમ…
Read Moreદાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઘટક-૧ ઘટક-૨ અને ઘટક-૩ના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર હોળી, ધૂળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારીયા તાલુકાના દેવગઢ બારીયા ઘટક-૧ અને ઘટક-૩ના તમામ આંગણવાડી કેન્દ્રો પર હોળી , ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળી પર્વની ઉજવણી અંતર્ગત બાળકો દ્વારા હોળી વિષયક વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામા આવી હતી. બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને હોળી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ પર્યાવરણમિત્ર અને સુરક્ષિત હોળી ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો.ઉપસ્થિત વાલીઓ અને ગામજનોએ પણ કાર્યક્રમમાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. …
Read Moreસાહસના શોખીનોને રાજ્ય સરકાર આપી રહી છે સુવર્ણ તક
હિન્દ ન્યુઝ, ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન. ઇચ્છુક ઉમેદવારો 31, માર્ચ સુધી અરજી કરી શકશે આગામી તા. 09 મે થી શરૂ થતી આ શિબિરમાં પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા, જમવા અને તાલીમનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. આ ઉપરાંત વતનથી તાલીમી સંસ્થાના સ્થળે આવવા-જવા માટે ST બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું ભાડું પણ મળવાપાત્ર થશે. આ શિબિરમાં જોડાવવા માંગતા ગુજરાતના વતની હોય તેવા ઉમેદવારે પોતાનું નામ, સરનામું,…
Read Moreનશીલા પદાર્થોના સેવન માટે ઉપયોગમાં લેવાતા રોલીંગ પેપર, સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી સ્મોકિંગ એસેસરીઝના સંગ્રહ વેચાણ, વિતરણ કે હેરાફેરી પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યમાં સગીર/યુવાનો દ્વારા ચરસ, ગાંજા વગેરે જેવા નશીલા પદાર્થોના સેવન માટે સ્મોકિંગ એસેસરીઝ જેવી કે રોલીંગ પેપર/સ્મોકિંગ કોનનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્મોકિંગ એસેસરીઝના સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી વ્યક્તિગત, જનસમુદાય તેમજ ખાસ કરીને યુવાપેઢી માટે ગંભીર ખતરો બની શકે તેમ છે. રાજ્યના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા આવી સ્મોકિંગ એસેસરીઝનું ઓનલાઇન-ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા તેમજ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વગેરેમાં થતા સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી પર પ્રતિબંધ મૂકવા બાબતે જરૂરી કાર્યવાહી થવા સૂચના આપવામાં આવેલ છે તથા તેને સંલગ્ન પોલીસ અધિક્ષક,…
Read Moreઆયુર્વેદની મુખ્ય આઠ શાખાઓ પૈકીની એક શાખા એટલે અગદતંત્ર
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ જેટલી પ્રાચીન છે એટલી જ સમૃદ્ધ અને વૈજ્ઞાનિક પણ છે, આયુર્વેદની મુખ્ય આઠ શાખાઓ પૈકીની એક શાખા એટલે અગદતંત્ર, જે આયુર્વેદના વિષવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રાણીજન્ય (સર્પ- વીંછી-દંશ વગેરે) અને વનસ્પતિજન્ય ઝેરના પ્રભાવને દૂર કરવાની વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ છે. જે ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના વૈભવ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પણ છતો કરે છે. આ સંદર્ભમાં આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતો વિદ્યાર્થી કરણ ધંધુકિયા કહે છે કે, આયુર્વેદમાં કહેવાયું છે કે યોગ્ય માત્રામાં લેવાયેલું ઝેર પણ રસાયણ એટલે કે દવા તરીકે…
Read Moreજૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે ‘યુથ એસેમ્બલી’નું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણો ગુજરાતના યુવક અને યુવતીઓમાં વિકસે, યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય તથા ચૂંટણી વ્યવસ્થાની ટેકનિકલ માહિતી યુવાનોને મળે જેનાથી રાષ્ટ્ર નિર્માણ અને લોકતંત્ર મજબૂત થાય તેવા ઉમદા આશય સાથે જૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે ‘યુથ એસેમ્બલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ગ્રામ્ય અને મહાનગરપાલિકા કક્ષાની દરેક વિધાનસભા દીઠ યોજાયેલ આ કાર્યક્રમ ડૉ. સુભાષ યુનિવર્સિટી અને નોબેલ યુનિવર્સિટી ખાતે સંપન્ન થયો હતો. આ સ્પર્ધામાં સહભાગી થયેલા યુવાનોએ ચૂંટણીમાં મતદાનનું મહત્વ, ક્લાઇમેટ ચેન્જ અને આબોહવા પરિવર્તન…
Read More