હિન્દ ન્યુઝ, જામનગર હાલના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા વધારવા અને વિસરાતા જતા પૌષ્ટિક આહાર ‘શ્રી અન્ન’ના મહત્વને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી જામનગર શહેરમાં ૨૧ અને ૨૨ માર્ચના રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા ગ્રાઉન્ડ, ઓસવાળ-૩, શ્રીજી હોલ પાછળ યોજાયેલા આ મહોત્સવનો પ્રારંભ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા મહાનગરપાલિકા કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરી મહોત્સવની રૂપરેખા આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતી…
Read More