જૂનાગઢ એગ્રીકલ્ચર કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે એક દિવસીય યોગ શિબિર અને સંવાદ કાર્યક્રમ સંપન્ન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ સ્થિત એગ્રીકલ્ચર કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે એક દિવસીય વિશેષ યોગ શિબિર અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગના વિવિધ આસનો અને પ્રાણાયામના પ્રાયોગિક નિદર્શન સાથે વિદ્યાર્થીઓને તેના સ્વાસ્થ્યવર્ધક લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી ૧૦૦ કલાકની વિશેષ તાલીમ અંગે પણ ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.  આ શિબિરમાં અંદાજે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના દૈનિક જીવનમાં નિયમિત યોગનો સમાવેશ કરવા…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલી જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને વર્ચ્યુલી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. બાયસેગ દ્વારા ‘વંદે ગુજરાત’ ચેનલ અને યુટ્યુબના માધ્યમથી આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ ખેડૂતોને ગાય આધારિત અને રસાયણમુક્ત ખેતી અપનાવા માર્ગદર્શન કર્યું હતું.  જિલ્લાના વિવિધ કેન્દ્રો પર મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ ટેકનોલોજીના માધ્યમથી આ પ્રેરણાદાયી સંબોધનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જૂનાગઢ જિલ્લાના વિવિધ સ્થળોએ પંચાયત કચેરીઓ, શાળાઓ અને તાલીમ કેન્દ્રો ખાતે કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ સખીઓ, સી.આર.પી., આત્મા પ્રોજેક્ટનો સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ…

Read More

જૂનાગઢ ખાતે ઔદ્યોગિક ભરતી મેળામાં ૪૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના આશયથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે બહુમાળી ભવન ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નોકરીદાતા અને નોકરીની શોધમાં રહેલા યુવાનો વચ્ચે સેતુરૂપ બનતા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ઉમેદવારોને ડિજિટલ માધ્યમો દ્વારા ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે પૈકી હાજર રહેલા લાયક ઉમેદવારોમાંથી ૪૫ જેટલા યુવાનોની પ્રાથમિક પસંદગી વિવિધ ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. આ ભરતીમેળામાં જૂનાગઢની વિવિધ નોકરીદાતા સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોને સંસ્થામાં ખાલી રહેલ…

Read More

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે સીધી ખરીદી

રવિ માર્કેટિંગ સીઝન 2026-27  હિન્દ ન્યુઝ, ગાંધીનગર      લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો ઓનલાઇન નોંધણી તા. 01 થી 30 એપ્રિલ, 2026 સુધી કરી શકશે. ખરીદી તા. 01 મે થી 15 જુલાઈ, 2026 સુધી કરવામાં આવશે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Read More

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે I-Khedut પોર્ટલ ખુલ્લુ મૂકાયું

હિન્દ ન્યુઝ,       દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ ૯૫ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે વિવિધ ઘટકો જેવા કે શાકભાજી પાકો વાવેતર, ફળ પાક વાવેતર આંબા, ટીશ્યુ કેળ, ટીશ્યુ ખારેક, કમલમ, પપૈયા, નાળિયેરી, જામફળ, લીંબુ, દાડમ વગેરે, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર, સરગવાની ખેતી, દાંડી ફૂલો, કંદ ફૂલો, છુટા ફૂલો, પેકિંગ મટીરિયલ, કોપ કવર/ફ્રૂટ કવર, જૂના બગીચાનું નવીનીકરણ, સ્વરોજગારલક્ષી નર્સરી, બાગાયતી યાંત્રીકરણ માં મીની ટ્રેક્ટર જેવા વિવિધ ખેતી સાધનો, મહિલા વૃતિકા વગેરે માટે તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા.૨૬/૦૪/૨૦૨૬ સુધી આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ…

Read More

જામનગરની ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમે આજે એક મહિલા કંડક્ટરની વહારે આવી માનવીય અભિગમ સાથે કાયદાકીય સમજ પૂરી પાડી હતી. આ બનાવની વિગતો મુજબ, બસમાં ફરજ બજાવતા મહિલા કંડક્ટર જ્યારે મુસાફરોની ટિકિટ કાપી રહ્યા હતા ત્યારે એક ૬૦ વર્ષીય વૃદ્ધ મુસાફર સાથે ટિકિટના પેમેન્ટ બાબતે બોલાચાલી થઈ હતી. વૃદ્ધે રાજકોટની ટિકિટ લીધા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેતા મહિલા કંડક્ટરે વિનમ્રતાથી જણાવ્યું હતું કે અંકલ, ટિકિટ કપાઈ ગઈ છે તે પહેલા જણાવવું જોઈતું હતું. આ સાંભળતા જ વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા…

Read More

‘રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ’ હેઠળ 3300 કિ.મીથી વધુ બલ્ક પાઈપલાઈનના કામો પૂર્ણ કરાયા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારો તેમજ પવિત્ર યાત્રાધામ અંબાજી માટે અંદાજિત ₹141 કરોડની રકમની ‘અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-1 અને 2’નું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે; દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ 34 ગામો અને અંબાજી શહેરના અંદાજે 78 હજાર નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળશે.

Read More

તા.૨૯ માર્ચના રોજ યોજાનારી ગુજકેટની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ડાંગ    ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ડીગ્રી એન્જીનિયરીંગ ફાર્મસી તેમજ મેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૫ પરીક્ષા આગામી તા.૨૯/૦૩/૨૦૨૬ને રવિવારના રોજ યોજનાર છે.  આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં ડાંગના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એસ.ડી.તબીયાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.  આ પરીક્ષા ૧. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા યુનિટ-૧, તા.આહવા. અને ૨. સરકારી માધ્યમિક…

Read More

કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ તથા સમગ્ર ડાંગ જિલ્લાનું ગૌરવ

હિન્દ ન્યુઝ, ડાંગ     મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોટ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ માય ભારત અને એનએસએસ દ્વારા રાજ્યકક્ષાએ “વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬” નું આયોજન તારીખ ૨૫-૨૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના ૧૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાના પણ કુલ પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કૃષિ મહાવિદ્યાલય, વઘઇની વિદ્યાર્થીની નિકિતા જે સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે આવી હતી તથા તેણીને હવે રાષ્ટ્રકક્ષાએ યોજનાર વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ ૨૦૨૬ કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ…

Read More

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, મોરબી        ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજાર સાધનો (કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર), તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાથેનો અને સમાર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા ૪૨ ઘટકો…

Read More