નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ‘હોળી સ્પેશિયલ કપ’નું આયોજન કરાયું: નર્સિંગની ટીમ વિજેતા

હિન્દ ન્યુઝ, સુરત     નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન અને સૌહાર્દપૂર્ણ સંબંધો કેળવાય તે હેતુથી ખાસ ‘હોળી સ્પેશિયલ કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તબીબી સેવામાં સતત વ્યસ્ત રહેતા કર્મચારીઓ તણાવમુક્ત બને અને રમતગમત દ્વારા એકબીજા સાથે જોડાય તેવા શુભ આશ્યથી બે દિવસીય આ ટુર્નામેન્ટમાં હોસ્પિટલમાં ૨૪ કલાક ફરજ બજાવતા વિવિધ ૧૨ વિભાગોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.                        ટુર્નામેન્ટની રસાકસી ભરી ફાઈનલ મેચમાં નર્સિંગની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે…

Read More

રવિ માર્કેટીંગ સીઝન-૨૦૨૬-૨૭ અન્વયે ઘઉંની ખરીદી માટે ભાડાના ગોડાઉન રાખવા અંગે

હિન્દ ન્યુઝ, દાહોદ     ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી., નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨) ની કચેરી, ચાકલીયા રોડ દાહોદ, જિલ્લો-દાહોદના તાબા હેઠળના દાહોદ તાલુકાના ગોડાઉન કેન્દ્ર ખાતે રવિ માર્કેટીંગ સીઝન હેઠળ ટેકાના ભાવે ખરીદ થનાર ઘઉંના જથ્થાના સંગ્રહ માટે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. દાહોદ તાલુકાના સરકારી અનાજ ગોડાઉનથી ૧૦ થી ૧૫ કિ.મી અંતરમાં ઓછામાં ઓછું ૨૦૦-૨૦૦૦ મે.ટન જેટલો જથ્થાનો સંગ્રહ થઈ શકે તે માટે યોગ્ય સગવડો ધરાવતા ગોડાઉનની જરૂરીયાત છે. જે માટે રસ ધરાવતી સહકારી/ખાનગી સંસ્થાઓએ ઉપરોકત સરનામાની કચેરી ખાતે ઓફિસ સમય દરમ્યાન (રજાના દિવસ સિવાય) શરતો…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૯૩૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી તાપી-કરજણ લીંક પાઈપ લાઈન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, તાપી     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા:૭મી માર્ચના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે રૂ.૯૩૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી તાપી-કરજણ લીંક પાઈપ લાઈન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે.               આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તથા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડા બિરસામુડા સાંસ્કૃતિક ભવન ખાતે બેઠક યોજાઈ હતી.            બેઠકમાં પ્રાંત અધિકારીએ બેઠક વ્યવસ્થા, હેલીપેડ, સ્ટેજની વ્યવસ્થા, પોલિસ બંદોબસ્ત, મંડપ, પાર્કિંગ વ્યવસ્થા, સિચાઇ, આરોગ્ય સહિત તમામ વિભાગોને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી…

Read More

મણિપુરનું થાંગ-ટા નૃત્ય એટલે વસંતોત્સવના આંગણે શૌર્ય અને સંસ્કૃતિનો શંખનાદ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ગાંધીનગરના આંગણે આયોજિત ‘વસંતોત્સવ’ની રંગીન સાંજે જ્યારે મણિપુરના ખ્યાતનામ ‘થાંગ-ટા’ નૃત્યની પ્રસ્તુતિ થઈ, ત્યારે સમગ્ર વાતાવરણ એક અનોખી ઉર્જાથી ભરાઈ ગયું હતું. વસંતની ખીલેલી પ્રકૃતિ અને લોકકળાઓ ના આ મિલનમાં, હાથમાં ચમકતી તલવાર અને ભાલા સાથેના કલાકારોના દાવપેચ કલારસિકો માટે અનોખા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નૃત્યની લયબદ્ધ ગતિ અને શસ્ત્રોના ખનખનાટે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત સંગીતના તાલે રજૂ થયેલી આ માર્શલ આર્ટ્સની કળાએ સાબિત કર્યું કે, વસંત માત્ર સૌમ્યતાનો જ નહીં, પણ શૌર્ય અને જીવંતતાની ઉજવણીનો પણ ઉત્સવ છે. પ્રેક્ષકો માટે યુદ્ધકળા…

Read More

“તાપીની ધરતીથી ગાંધીનગરના વસંતોત્સવ સુધી સુશીલાબેન કોકણીની પ્રેરણાદાયી સફર”

હિન્દ ન્યુઝ, ગાંધીનગર                ગાંધીનગરનો વસંતોત્સવ માત્ર ઉત્સાહ અને મનોરંજનનો જ નહીં પરંતુ અનેક કસબીઓની કલા તથા વિશિષ્ટ સંકલ્પનો સંગમ પણ બન્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વતની સુશીલાબેન કોકણી એક આદિવાસી મહિલા તરીકે માત્ર ખેતી સુધી સીમિત ન રહી વસંતોત્સવમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પનન શ્રી અન્નના પ્રચારક બન્યાં છે. પોતાના પરિશ્રમ અને સંકલ્પથી ગ્રામિણ મહિલાઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ પોતાના ખેતરોમાં પ્રાકૃતિક પદ્ધતિથી રાગી (નાગલી) અને અન્ય મિલેટ ધાન્યનું ઉત્પાદન કરે છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી મુક્ત આ પાકો સંપૂર્ણ પ્રાકૃતિક…

Read More

નક્સલ પ્રભાવિત વિસ્તારોના યુવાનો સકારાત્મક પરિવર્તનના વાહક બની રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપે: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત

હિન્દ ન્યુઝ, સુરત     કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત ૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા નક્સલ પ્રભાવિત વિસ્તારોના ૨૫૦ જનજાતીય યુવાનો સુરતના મહેમાન બની ગુજરાતની પ્રગતિ અને આતિથ્યની ઝાંખી કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતે સહભાગી યુવાનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.     આ પ્રસંગે ગહલોતે જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા યુવાનો પર નક્સલવાદી ગતિવિધિઓની નકારાત્મક અસર પડે છે, જેના કારણે તેમનો વ્યક્તિગત અને શૈક્ષણિક વિકાસ અવરોધાય છે.…

Read More

ધરમપુરમાં દાદા શરદભાઈ અને યુવા ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસની સંયુક્ત ભાગવત કથાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ધરમપુર      ધરમપુરના વ્યાસ તીર્થ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનો પાવન પ્રારંભ થયો છે. ધાર્મિક વિશ્વમાં મહત્વ ધરાવતો આ કાર્યક્રમ આ વર્ષે વિશેષ કારણોસર વધુ ચર્ચામાં છે, કારણ કે વ્યાસ પીઠના ઇતિહાસમાં પહેલી વાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા અને તેમના આત્મજ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય આશિષભાઈ વ્યાસ એક જ વ્યાસ પીઠ પરથી સંયુક્ત ભાગવત કથા વાંચન કરી રહ્યા છે. ધરમપુર અને આજુબાજુના વિસ્તારોમાં આ પ્રસંગને લગતું ઉત્સાહ સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યું છે.       સવારે ધર્મુદાદા પાર્કથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. ઢોલ- નગારાના તાલ સાથે શંખનાદ, હરિભક્તોના જયઘોષ અને…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલવિહિર ગામે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના માધ્યમથી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવિહિર ગામની મુલાકાત લીધી હતી.  આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનને વેગ આપતા રાજ્યપાલએ ગોંડલવિહિર ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ છે, તેમ જણાવી વૃક્ષનો નિયમિત ઉછેર તેમજ સારસંભાળ લેવાં પણ આહવાન કર્યું હતું.  પર્યાવરણની સાથે જનસ્વાસ્થ્યનો વિચાર કરતા રાજ્યપાલએ ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને…

Read More

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલના હસ્તે નવસારી જિલ્લામાં રૂ.૨૬ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, નવસારી      નવસારી જિલ્લાના દશેરા ટેકરી ખાતે આજ રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે રૂ.૨૬ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લોકહિત અને વિસ્તારના સર્વાંગી વિકાસની ભાવનાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો ખાતમુહૂર્ત કરવામા આવ્યા હતા.               ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત જલાલપોરની નવનિર્મિત મામલતદાર કચેરી, DMF યોજના અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો તેમજ પંચાયત સિંચાઈ યોજનાના ચેકડેમ કમ ટાઈડલ રેગ્યુલેટર જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કામોથી…

Read More

ભરતભાઇ મણીલાલ પટેલ, અનાર્મ ASI (બ.નં.૪૪૫) થયા સેવાનિવૃત્ત

હિન્દ ન્યુઝ, ડાંગ      રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લા પોલીસ બેડાના કર્મઠ કર્મયોગી ભરતભાઇ મણીલાલ પટેલ, અનાર્મ ASI (બ.નં.૪૪૫) સેવાનિવૃત્ત થતા તેમને પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ સહિત પોલીસ પરિવારે ભાવભરી વિદાય આપી હતી.      તારીખ ૫મી ફેબ્રુઆરી ૧૯૮૭થી પોલીસ પરિવારમાં જોડાયેલા પટેલે વલસાડ જિલ્લા ખાતે પોલીસ કો‍ન્સ્ટેબલ તરીકે જોડાઈને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બાદ વલસાડમાંથી ડાંગ (પોલીસ વહિવટી જિલ્લો) અલગ થતા સને ૧૯૯૦ થી તેમણે ડાંગ જિલ્લાને કર્મભૂમિ બનાવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી તેમણે પોલીસ વિભાગમાં કુલ ૩૯ વર્ષની સેવા બજાવી તા.૨૮ મી…

Read More