SSC/HSC પરીક્ષાનું PATA એપના માધ્યમથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતેથી ઓનલાઇન મોનીટરીંગ

હિન્દ ન્યુઝ, દાહોદ 

    દાહોદ જિલ્લામાં યોજાઈ રહેલ SSC/HSC પરીક્ષાનું PATA એપના માધ્યમથી સ્માર્ટ સિટી દાહોદના બિલ્ડીંગ ખાતે આવેલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતેથી ઓનલાઇન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો લીક ન થાય તે માટે પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન (PATA)થી પ્રશ્નપત્રોનું ટ્રેકિંગ કરવામાં આવેલ છે. 

પ્રશ્નપત્રો ઝોનલ કચેરીથી નિકળીને પરીક્ષા ખંડ સુધી પહોંચે ત્યાં સુધી વાહનોનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પ્રશ્નપત્રના બંડલના તબક્કાવાર ફોટોગ્રાફ એપ્લિકેશનમાં અપલોડ કરી સુરક્ષાની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ સીલ કરેલા પાર્સલનો ફોટો એપ્લિકેશનમાં અપલોડ કરવા સુચના અપાયેલ છે. આમ, સમગ્ર પરીક્ષા દરમિયાન એક ડઝન જેટલા ફોટોગ્રાફ એપ દ્વારા સુરક્ષાની ચકાસણી કરાશે.

 જો કે, આ દરમિયાન વચ્ચે પ્રશ્નપત્રો લીક ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષાના પ્રશ્નપત્રો નિયત પરીક્ષા કેન્દ્રો સુધી અને ત્યાંથી પરીક્ષા ખંડ સુધી પહોંચે તે માટે PATA એપના માધ્યમથી પ્રશ્નપત્રોનું ટ્રેકિંગ કરવામાં આવેલ છે, જેનું દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામાએ રૂબરૂ મોનીટરીંગ કરેલ છે. જ્યારે પરીક્ષા દરમ્યાન કંટ્રોલ રૂમ ખાતે નિયુક્ત કરવામાં આવેલ શિક્ષણ નિરીક્ષકશ્રી ડૉ. રાકેશ ભોકણ સતત નિરીક્ષણ કરી જરૂરી ફોલોઅપ લઈ રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

Related posts

Leave a Comment