રવિ માર્કેટીંગ સીઝન-૨૦૨૬-૨૭ અન્વયે ઘઉંની ખરીદી માટે ભાડાના ગોડાઉન રાખવા અંગે

હિન્દ ન્યુઝ, દાહોદ

    ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી., નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨) ની કચેરી, ચાકલીયા રોડ દાહોદ, જિલ્લો-દાહોદના તાબા હેઠળના દાહોદ તાલુકાના ગોડાઉન કેન્દ્ર ખાતે રવિ માર્કેટીંગ સીઝન હેઠળ ટેકાના ભાવે ખરીદ થનાર ઘઉંના જથ્થાના સંગ્રહ માટે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. દાહોદ તાલુકાના સરકારી અનાજ ગોડાઉનથી ૧૦ થી ૧૫ કિ.મી અંતરમાં ઓછામાં ઓછું ૨૦૦-૨૦૦૦ મે.ટન જેટલો જથ્થાનો સંગ્રહ થઈ શકે તે માટે યોગ્ય સગવડો ધરાવતા ગોડાઉનની જરૂરીયાત છે.

જે માટે રસ ધરાવતી સહકારી/ખાનગી સંસ્થાઓએ ઉપરોકત સરનામાની કચેરી ખાતે ઓફિસ સમય દરમ્યાન (રજાના દિવસ સિવાય) શરતો અને બોલીઓ ધરાવતા કોરા ટેન્ડર ફોર્મ-૨૫૦/- પ્રતિ ટેન્ડર (નોન રીફંડેબલ) રોકડા જમા કરાવી ટેન્ડર ફોર્મ તા.૦૩/૦૩/૨૦૨૬ થી તા.૦૯/૦૩/૨૦૨૬ ના રોજ બપોર …૧૬:૦૦… કલાક સુધીમાં મેળવી લેવાના રહેશે. 

આ કવર ઉપર ‘રવિ માર્કેટીંગ સીઝન-૨૦૨૬-૨૭ અંતર્ગત ખરીદ કરેલ ઘઉંના જથ્થાના સંગ્રહ માટે ભાડાના ગોડાઉન રાખવા અંગેની જાહેર નિવિદા ભાવો” નું લખાણ સાથે મોકલવાના રહેશે. એમ.એસ.પી. ખરીદી માટે ભાડાના ગોડાઉન રાખવા અંગેના ભાવ કચેરીને RPAD પોસ્ટ/કુરીયર/રૂબરૂમાં તા.૧૦/૦૩/૨૦૨૬ ના રોજ ૧૮:૦૦. કલાક સુધીમાં મળે તેમ મોકલવાના રહેશે. સમયમર્યાદા બહાર મળેલ ટેન્ડર ધ્યાને લેવામાં આવશે નહિ, ટેન્ડર ફોર્મ તા.૧૧/૦૩/૨૦૨૬ ના રોજ ૧૨:૦૦ કલાકે જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં ખોલવામાં આવશે એમ જિલ્લા મેનેજર (ગ્રેડ-૧) અને જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારા જણાવાયું છે. 

Related posts

Leave a Comment