મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૯૩૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી તાપી-કરજણ લીંક પાઈપ લાઈન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, તાપી

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા:૭મી માર્ચના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે રૂ.૯૩૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી તાપી-કરજણ લીંક પાઈપ લાઈન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે. 

             આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તથા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડા બિરસામુડા સાંસ્કૃતિક ભવન ખાતે બેઠક યોજાઈ હતી. 

          બેઠકમાં પ્રાંત અધિકારીએ બેઠક વ્યવસ્થા, હેલીપેડ, સ્ટેજની વ્યવસ્થા, પોલિસ બંદોબસ્ત, મંડપ, પાર્કિંગ વ્યવસ્થા, સિચાઇ, આરોગ્ય સહિત તમામ વિભાગોને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment