હિન્દ ન્યુઝ, ડાંગ
“નારી વંદન ઉત્સવ ઉજવણી” અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિતે, ડાંગ જિલ્લાની મહિલાઓને રોજગારી મળે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા-ડાંગ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૪/૮/૨૦૨૬ (મંગળવાર) સમય-સવારે ૧૦-૩૦ કલાકે, વસુધારા ડેરી, દુધ શીત કેન્દ્ર, વઘઇ ખાતે મહિલા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામા આવેલ છે.
આ ભરતી મેળામાં ધોરણ ૧૦,૧૨ પાસ, આઇ.ટી.આઇ, ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓમાં શ્રી ખોડીયાર ક્રિએશન, સુરત, ચેકમેટ સીક્યુરીટી સુરત અને એમ.આર.એફ ટાયર્સ, દહેજ જેઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ (સીવણકામ, સેવીંગ ઓપરેટર,ટ્રેઇની, મેનેજર) માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે.
આ રોજગાર ભરતીમેળામાં લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોધણી કરાવેલ ન હોય તેવી ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે વેબસાઇટ www.anubandham.gujarat.gov.in અને હેલ્પલાઇન નંબર ૦૨૬૩૧ ૨૨૦૩૯૩ ઉપર સંપર્ક કરી શકાશે તેમજ રોજગાર અધિકારી (વ્ય.મા.) આહવા-ડાંગ દ્વારા જણાવાયું છે.
