કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” ના પ્રસ્તાવને હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા સમર્થન અપાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગર હાપા માર્કેટીગ યાર્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં “એક રાષ્ટ્ર,એક ચૂંટણી”ના પ્રસ્તાવને લઈને તથા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, હોદ્દેદારો દ્વારા પ્રસ્તાવને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. 

આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરમાં ‘વન નેશન, વન ઈલેકશન” બીલ લાગુ થવાથી ચોક્કસ સમય મર્યાદાની અંદર ચૂંટણીઓ થશે જેનાથી દેશને ઘણો ફાયદો થશે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે. આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય તો તેનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે.

આ બેઠકમાં અગ્રણી વિનોદભાઈ ભંડેરી, હાપા એપીએમસીના ચેરમેન મુકુન્દભાઈ સભાયા,અગ્રણી કુમારપાળસિંહ રાણા, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર, હોદ્દેદારો, વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રસ્તાવને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.   

 

Related posts

Leave a Comment