શહેર મામલતદાર કચેરી જામનગર ખાતે આગામી તા.21 મે ના રોજ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર 

    સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.જે અન્વયે, જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.21/05/2025 ના રોજ સવારના 11.00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને શહેર મામલતદારની કચેરી ખાતે યોજવામાં આવશે.અરજદારોએ આગામી તા.13/05/2025 સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરી જામનગર (શહેર)ના સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર- પુરાવા સાથે રજુઆત કરી શકશે.કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જામનગર શહેરના તમામ નાગરિકોને ઉપરોક્ત સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે શહેર મામલતદાર, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.     

Related posts

Leave a Comment