હિન્દ ન્યુઝ, અમદાવાદ વિશ્વ ક્ષયરોગ દિવસ 2026ના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં TB દર્દીઓને પોષણ સહાય માટે ન્યુટ્રિશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગોતા અર્બન હેલ્થ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ દ્વારા ન્યુટ્રિશન કિટ વિતરણ, મિરઝાપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ન્યુટ્રિશન કિટ વિતરણ, દાણીલીમડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કિટ વિતરણ તેમજ સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેટર મુકેશભાઈ અને MO-PHI ડૉ. બેલાબેન મેડમ દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યું. તે ઉપરાંત નોબલનગર TU નરોડા UCHC ખાતે TB દર્દીઓને ન્યુટ્રિશન કિટ વિતરણ કરવામાં આવ્યું.
Read MoreDay: March 25, 2026
મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે, જરૂર પડ્યે મિલકત ગિરો મૂકી લોન મેળવી શકાશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર, અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે. મિલકતના રક્ષણ માટે કલેક્ટરને ‘સુઓ મોટો’ની સત્તા, વાંધાજનક તબદીલીના કિસ્સામાં મિલકત કબજામાં પણ લઈ શકશે: મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે, જરૂર પડ્યે મિલકત ગિરો મૂકી લોન મેળવી શકાશે.
Read Moreગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક બજેટ સત્ર સંપન્ન; UCC વિધેયક અને ₹4.08 લાખ કરોડના અંદાજપત્ર સાથે ગુજરાતનો નવો ઇતિહાસ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 23 દિવસના સમયગાળામાં કુલ 27 બેઠકો યોજાઈ 🔹 પ્રશ્નોત્તરી કાળમાં કુલ 237 તારાંકિત પ્રશ્નોની ગૃહમાં મુક્તમને ચર્ચા કરાઈ 🔹 સત્ર દરમિયાન 9 વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને 4 સંકલ્પો ગૃહમાં પસાર 🔹 પ્રથમવાર વિધાનસભાના પટાંગણમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો સત્ર દરમિયાન કુલ 9 જેટલા મહત્વના વિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં પસાર કરવામાં આવ્યા કે જેમાં ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) 2026 વિધેયક’એ ગુજરાતનું ઐતિહાસિક વિધેયક બન્યું છે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી #vaatvidhansabhani
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને ‘નાગરિક દેવો ભવઃ’ના ઉદારતમ અભિગમ સાથે જનસમસ્યાના ત્વરિત નિવારણ માટે સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી. સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમના ઉપક્રમે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં 100થી વધુ અરજદારો પોતાની રજૂઆત સાથે ઉપસ્થિત રહ્યા; જિલ્લા સ્વાગતની 1218 અને તાલુકા સ્વાગતની 2294 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં યોગ્ય ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળામાં ભણતા 300 બાળકોના હિતમાં તાત્કાલિક ધોરણે શાળાના બાંધકામ માટે સૂચના ખેતરમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર…
Read Moreનેશનલ હેલ્પલાઇન અગેઈન્સ્ટ એટ્રોસિટીને મળેલી ફરિયાદોના નિકાલમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક ગાંધીનગરમાં સંપન્ન. ▶️ રાજ્યમાં અનુસૂચિત જાતિ-જનજાતિ પરના અત્યાચારના બનાવોમાં 2025ના વર્ષમાં કુલ 23.62 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી. ▶️ કોલ સેન્ટરમાં અત્યાર સુધીમાં મળેલી ફરિયાદોના 100 ટકા નિકાલની કામગીરીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ▶️ 12 જિલ્લાઓમાં આવી 23 સમરસ હોસ્ટેલનો લાભ 1.03 લાખ વિદ્યાર્થીઓએ લીધો છે આ ઉપરાંત 11 બોયઝ અને 14 ગર્લ્સ હોસ્ટેલ સમરસ હોસ્ટેલ મંજૂર.
Read Moreપાણી, પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી
હિન્દ ન્યુઝ, આહવા ખેતીને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દરેક દેશવાસીના હિતમાં પ્રાકૃતિક ખેતીને એક જન આંદોલન બનાવવા આહવાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી કોઈપણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતાં ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારાં ભાવ મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે…
Read Moreબોડેલી તાલુકામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધે માટે તાલુકા કક્ષાની કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, બોડેલી રાસાયણિક ખેતી મુક્ત ગુજરાતના નિર્ધારને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે મદદનીશ ખેતી નિયામકની કચેરી જબુગામ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક કૃષિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સરકારશ્રીના અભિગમ મુજબ ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ચક્રવ્યૂહમાંથી મુક્ત કરી ‘દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી’ તરફ વાળવા માટે સઘન આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના જતન માટેનું એક અભિયાન છે. આ બેઠકમાં ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર મીટિંગો યોજવા, જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ અંગે પ્રત્યક્ષ નિદર્શન આપવા તથા વધુમાં વધુ…
Read Moreનાગરિકો સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહી વાસ્તવિકતા પર ધ્યાન આપે: જિલ્લા પુરવઠા અધિકારી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી જશે તેવી આધારવિહોણી અફવાઓના પગલે ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં પણ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સ્થિતિને ધ્યાને લેતા છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એન. એફ. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડિલરો અને ગેસ એજન્સીના સંચાલકો સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર હાલ ઉપલબ્ધ પેટ્રોલ-ડીઝલના જથ્થા તેમજ આગામી દિવસોમાં મળનાર પુરવઠા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાંધણ ગેસ (LPG) ના ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના…
Read Moreદાહોદ જિલ્લામાં તા. ૨૯ માર્ચના રોજ ગુજરાત કોમન એન્ટ્ર૨ન્સ ટેસ્ટ(ગુજકેટ)-૨૦૨૬ની પરીક્ષા અન્વયે જાહેરનામું ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ.રાવલ
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા તા.૨૯/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી બપોરના ૫:૦૦ કલાક દરમિયાન જિલ્લા મથકે ૧૦ બિલ્ડિંગના ૯૮ બ્લોકમાં ૧૯૧૬ વિધાર્થીઓની ત્રણ સેશનમાં પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન ભારતીય નાગરિક સુરક્ષા કાયદા-૨૦૨૩ કલમ-૧૬૩ હેઠળ હુકમ કરેલ પરીક્ષા સમયગાળા ૧૦૦ મીટર વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રોમાં પ્રસારણના દિવસોમાં લાઉડ સ્પીકરોનો ઉપયોગ પર પ્રતિબંધ અને પરીક્ષા સ્થળોમાં બિન અધિકૃત વ્યક્તિઓ પરીક્ષા રથળે પ્રવેશ ન કરે તે અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. (૧) ઝેરોક્ષ મશીનોનો…
Read Moreખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવા બાબત
હિન્દ ન્યુઝ, દાહોદ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજાર સાધનો (કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર), તારની વાડ. સોલાર પાવર યુનિટ,પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનોઅને સમાર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા ૪૨ ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. ચાલુ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો…
Read More



