હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક ગાંધીનગરમાં સંપન્ન.
▶️ રાજ્યમાં અનુસૂચિત જાતિ-જનજાતિ પરના અત્યાચારના બનાવોમાં 2025ના વર્ષમાં કુલ 23.62 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી.
▶️ કોલ સેન્ટરમાં અત્યાર સુધીમાં મળેલી ફરિયાદોના 100 ટકા નિકાલની કામગીરીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
▶️ 12 જિલ્લાઓમાં આવી 23 સમરસ હોસ્ટેલનો લાભ 1.03 લાખ વિદ્યાર્થીઓએ લીધો છે આ ઉપરાંત 11 બોયઝ અને 14 ગર્લ્સ હોસ્ટેલ સમરસ હોસ્ટેલ મંજૂર.
