મંગળવારે ભાવનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.08મી જૂલાઇ,2025ને મંગળવારના રોજ સવારના 10:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, એનેક્ષી બિલ્ડિંગ, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જાહેર/ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૨ એકમ (કંપની)માં બી.ઇ.સિવિલ, ડિપ્લોમા સિવિલ, આ.ટી.આઇ. સિવિલ સર્વેયર, ઓટોકેડ અને કોમ્પુટરના જાણકાર, સ્નાતક તેમજ ૧૦ પાસ, ૧૨ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લાયસન્‍સી સર્વેયર, સેલ્સ ઓફિસર વગેરેની જગ્યાઓ ભરવાની છે. 

શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવી, તેમ જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment