હિન્દ ન્યુઝ, આણંદ
ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક રોજગાર અને તાલીમની કચેરી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી,આણંદ દ્વારા આગામી સમયમાં ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ આણંદ ખાતે શરૂ કરવામાં આવનાર છે.
આ તાલીમમાં ફક્ત પુરૂષ ઉમેદવારે ૩૦-દિવસ નિવાસી વર્ગમાં હાજર રહી તાલીમ મેળવવાની રહેશે. જેમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌધ્ધિક કસોટી માટેની નિ:શુલ્ક તૈયારીઓ કરાવવામાં આવશે તથા ઉમેદવારોની હાજરી મુજબ પ્રતિદિન લેખે રૂ.૧૦૦/- સ્ટાઈપેન્ડ મળવાપાત્ર રહેશે(સ્ટાઈપેન્ડ મેળવવા માટે૮૦ ટકા હાજરી ફરજિયાત). જેમાં આણંદ જિલ્લાના.મેદવારો કે જેમણે અગાઉ રોજગાર કચેરી દ્વારા તાલીમ મેળવલ હોય તે સિવાયના ઉમેદવારોએ કચેરી ખાતે રૂબરૂ આવીને ફોર્મ ભરવાના રહેશે.
આ ૩૦ દિવસના તાલીમ વર્ગમાં જેના માટેની જરૂરી લાયકાત ઉંમર:-૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ,શૈક્ષણિક લાયકાત:-૧૦ પાસ,૧૨ પાસ કે તેથી વધુ ઉંચાઈ-૧૬૮ સે.મી.થી વધારે છાતી :-૭૭-૮૨ સેમી,વજન:-૫૦ કિ.ગ્રા હોય તેવા ઉમેરદાવરોએ આણંદ,જિલ્લા રોજગાર કચેરી,જુનું સેવા સદન,રૂમ નંબર ૨૫/૨૬, ગ્રાઉન્ડ ફલોર, આણંદ ખાતે ફોર્મ મેળવી તા.૨૦ જુલાઈ સુધીમાં અરજી જમા કરવા તથા વધુ માહિતી માટુ સંપર્ક નં- ૦૨૬૯૨૨૬૪૯૯૮નો સંપર્ક કરવા પણ રોજગાર અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવે છે.
