આણંદ ખાતે નિ:શુલ્ક સંરક્ષણ ભરતી વર્ગની ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

     ગુજરાત સરકારના રોજગાર વિભાગના નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી,આણંદ દ્વારા આગામી સમયમાં આણંદ ખાતે નિશુલ્ક સૌરક્ષણ ભરતી વર્ગ ની ૩૦ દિવસીય નિવાસી તાલીમ શરૂ કરવામાં આવનાર છે.

આ તાલીમમાં ફક્ત પુરૂષ ઉમેદવારે ૩૦-દિવસ નિવાસી વર્ગમાં હાજર રહી તાલીમ મેળવવાની રહેશે.જેમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌધ્ધિક કસોટી માટેની નિ:શુલ્ક તૈયારીઓ કરાવવામાં આવશે તથા ઉમેદવારોની હાજરી મુજબ પ્રતિદિન લેખે રૂ.૧૦૦/- સ્ટાઈપેન્ડ મળવાપાત્ર રહેશે સ્ટાઈપેન્ડ મેળવવા માટે ૮૦ ટકા હાજરી ફરજિયાત છે. જેમાં આણંદ જિલ્લાના ઉમેદવારો કે જેમણે અગાઉ રોજગાર કચેરી દ્વારા તાલીમ મેળવલ હોય તે સિવાયના ઉમેદવારોએ કચેરી ખાતે રૂબરૂ આવીને ફોર્મ ભરવાના રહેશે.

આ ૩૦ દિવસના સંરક્ષણ ભરતી તાલીમ વર્ગ માટેની જરૂરી લાયકાત ધોરણ ૧૦ પાસ,૧૨ પાસ કે તેથી વધુ ઉંચાઈ-૧૬૮ સે.મી.થી વધારે છાતી ૭૭-૮૨ સેમી,વજન:-૫૦ કિ.ગ્રા ઉંમર ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ હોય તેવા ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી,જુનું સેવા સદન, રૂમ નંબર ૨૫/૨૬, ગ્રાઉન્ડ ફલોર, આણંદ ખાતેથી ફોર્મ મેળવી તા.૨૦ જુલાઈ સુધીમાં અરજી કરવા જણાવાયું છે તથા વધુ માહિતી મેળવવા માટે ૦૨૬૯૨- ૨૬૪૯૯૮નો સંપર્ક કરવા રોજગાર અધિકારી,આણંદ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Related posts

Leave a Comment