જામનગરમાં જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર કરાયો

હિન્દ ન્યુઝ, જામનગરમાં

   વર્તમાન સમયમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 31/05/2024 સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જે બાબતને અનુલક્ષીને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર શહેર અને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર ગ્રામ્યના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તેથી આગામી તારીખ 27/05/2024 થી નવી સુચના બહાર ન પાડવામાં આવે તે તારીખ સુધી ઉક્ત બંને કચેરીના જનસેવા કેન્દ્રનો સમય સવારના 09:00 કલાકથી બપોરના 01:00 કલાક સુધી અને સાંજના 04:00 થી 06:00 સુધી રાખવામાં આવ્યો છે. જેની જામનગરની તમામ જાહેર જનતાને ખાસ નોંધ લેવા અંગે મામલતદાર, જામનગર શહેર અને મામલતદાર, જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

Related posts

Leave a Comment