કરમસદ ખાતે આરોગ્ય વિભાગની ૬૩ ટીમો દ્વારા ૩૪૦૨ ઘરોનું સર્વેલન્સ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

   જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની ઋતુ પૂર્વે અગમચેતીના ભાગરૂપે વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

        જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિપક પરમાર અને જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. રાજેશ પટેલની રાહબરી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરમસદ અને તેની આસપાસના વિસ્તારમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પૂર્વતૈયારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વાહકજન્ય રોગો હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

        તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કે.ડી.પાઠક દ્વારા આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ૬૩ ટીમો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરમસદના વિસ્તારમાં આવેલ ૩૪૦૨ જેટલાં ઘરોમાં ડોર ટુ ડોર જઈને વાહકજન્ય રોગો અંગે સર્વેલન્સ હાથ ધરાયું હતું તેમજ નાગરિકોને આઈ.ઈ.સી. એક્ટીવીટી દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતાં.


Advt.

Related posts

Leave a Comment