સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશ ખાલીમાં થયેલા અમાનવીય અત્યાચારો અને હિંસાના વિરોધમાં નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, આણંદ

       પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાના બનાવો બની રહ્યા છે. છેલ્લાં ઘણા સમયથી અત્યાચારનો આ સીલસીલો ચાલુ હતો અને ૫૦ દિવસ પહેલાં કેન્દ્ર સરકારના ઈડીના અધિકારીઓ પર હુમલાઓ અને ત્યાર બાદ શહજાદ શેખ નામના મુખ્ય આરોપી ફરાર થવાથી મીડિયા સમક્ષ ઊજાગર થઈ છે. રાજકારણ અને ધાર્મિક કારનામાંઓથી પ્રેરિત આ જધન્ય અપરાધ પોલીસ પ્રશાસન અને પશ્ચિમ બંગાળની સરકારની નાકામિયાબીનો પુરાવો સાબિત થઈ છે. બાળકો અને મહિલાઓ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર બળાત્કાર અને મારામારીની અનેક ઘટનાો સામે આવી રહી છે. આ ઘટનાઓથી પશ્ચિમ બંગાળની મહિલાઓને બાળકોની સુરક્ષાની ભયાનક સ્થિતિ સામે આવી છે. કેટલાયે દિવસોથી બની રહેલા બનાવો બાદ પણ પોલીસે કોઈ એફઆઈઆર નોંધી નહોતી. આ તમામ અપમાનજનક ઘટનાઓનો સામાજિક સમરસતા મંચ (આણંદ જીલ્લા) દ્વારા વિરોધ નોંધાવી તા. ૭ માર્ચ ૨૦૨૪ના રોજ સવારે ૧૧કલાકે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

આવેદનપત્રના મુદ્દાઓ નીચે પ્રમાણે છે :-

• પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા આ કૃત્યો માટે દોષિતો પર તુરંત કાર્યવાહી કરવામાં આવે.

• બધા દોષિતો સામે એફઆઈઆર નોંધીને જલ્દીથી ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવી ન્યાય આપવામાં આવે.

• બધી પીડિત મહિલાઓ, બાળકો અને પરિવારોને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે તથા તુરંત તેમને આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે.

• પશ્ચિમ બંગાળ સરકાર તથા પોલીસ ઝડપથી કામગીરી કરે.

• કેન્દ્રીય ગૃહમંત્રાલય તુરંત આ ઘટનાો ધ્યાને લઈ ભારતીય સંવિધાન અને અન્ય કાનૂનો દ્વારા દોષિતો પર કડક કાર્યવાહી કરે. 

• રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું સામાજિક સમરસતા મંચ (આણંદ જીલ્લા) સ્વાગત કરે છે.

Related posts

Leave a Comment