આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓ ખાતે દર શનિવારે “આનંદદાયી શનિવાર” તથા “બેગલેસ ડે નું આયોજન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

   રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ખાતે અભ્યાસ કરતા ભૂલકાઓ માટે દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અન્વયે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના નિયામક દ્વારા રાજ્યના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનાધિકારીઓને આપવામાં આવેલ સૂચના મુજબ દર શનિવારે ધોરણ ૦૧ થી ૦૮ ના બાળકો માટે “બેગલેસ ડે” અને “આનંદદાયી શનિવાર”ની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

આ મુજબ આણંદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓ ના ધોરણ ૦૧ થી ૦૮ ના બાળકોના મનો શારીરિક વિકાસ તેમજ રમત ગમત, યોગ, સૂર્ય નમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓ ખાતે દર શનિવારે ઉજવવામાં આવનાર બેગલેસ ડે ના આયોજન સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અર્ચના પ્રજાપતિ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તે મુજબ બાલ વાટીકા થી ધોરણ ૦૨ સુધીના ભૂલકાઓની શનિવારે સાદી કસરતો, સારીરીક દાવ, શિસ્ત બદ્ધ હલન ચલન, ધોરણ ૦૩ થી ૦૫ ના ભૂલકાઓને સાદી કસરતો, શારીરિક દાવ, પ્રાણાયામ, યોગાસન અને દફતર સફાઈની કામગીરી જ્યારે ધોરણ ૦૬ થી ૦૮ ના વિદ્યાર્થીઓને શનિવારે શારીરિક કસરતો, યોગાસનો, અને સ્વચ્છતાનો ગુણ કેળવાય તે હેતુથી સમૂહ સફાઈ કરાવવામાં આવશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર શનિવારે બેગલેસ ડે ના આયોજન અંગે આગામી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે મુજબ શનિવારે બાલ સભા, ગીતો, નાટક, કાવ્યો, વેશભૂષા, વાર્તા કથન, વકતૃત્વ સ્પર્ધા, લોકનૃત્ય, ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વર્ગ રમતો, કોયડા, પઝલ, ગણિતિક રમત, મનોરંજક રમત, બાળ સંસદની રચના, સામાન્ય જ્ઞાનની રમતો, તાર્કિક સમસ્યા ઉકેલ, રમત પ્રોજેક્ટ, ચિત્ર રંગ પૂરણી, માટીકામ, કલર કામ, કાગળ કામ, સર્જનાત્મક કામ, શૈક્ષણિક પ્રોજેક્ટ, મુક્ત ચિત્રકામ, શબ્દ રમતો, આનંદદાય પ્રવૃત્તિઓ, ટી એલ એમ નિર્માણ, સામાન્ય જ્ઞાનની રમતો, જોડણી રમતો, કોયડા ઉકેલ, મનોરંજક રમતો, વ્યાકરણ સ્પર્ધા, વ્યવસાય કાર પરિચય, મુલાકાત, પર્યટન, વન ભોજન, સંસ્થાકીય મુલાકાત, નજીકની સંસ્થા નો પ્રવાસ, ગૃહ ઉદ્યોગ ની મુલાકાત, વિવિધ ચિત્રોનું પ્રદર્શન, વેશભૂષા, સ્વચ્છતા રેલી, મેદાની રમતો, વિજ્ઞાન પ્રયોગ, પ્રદર્શન, શૈક્ષણિક પ્રોજેક્ટ, આનંદ મેળો, ફૂટ ડે, વાર્તા કથન, અભિનય ગીત, અભિનય વાર્તા, વિજ્ઞાન કલા આધારિત પ્રોજેક્ટ, બાલ આનંદની પ્રવૃત્તિઓ, રંગ પૂરણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ દર શનિવારે બેગલેસ ડે ના ઉજવણી અન્વયે આણંદ જિલ્લાની ધોરણ ૦૧ થી ધોરણ ૦૮ ના વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું છે. 

Related posts

Leave a Comment