આગામી તા.૨૩ જુલાઈના રોજ ધ્રોલમાં ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર 

     ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસે યોજવામાં આવે છે.

જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ ૨૩-૦૭-૨૦૨૫ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મદદનીશ કલેક્ટરશ્રી ધ્રોલના અધ્યક્ષ સ્થાને મદદનીશ કલેકટર કચેરી ધ્રોલના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તારીખ ૧૭/૦૭/૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલને મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અન્વયે 

(1) તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાના પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.

(2)તાલુકાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.

(3) આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.

(4) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે.

(5) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં કરી શકે.

ધ્રોલ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, ધ્રોલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment