ઉમરાળા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ઉમરાળા તાલુકાનાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્ર શરૂ ન કરવાનાં કારણે કેરીયા, નવા અલમપર, બોચડવા, ઉજળવાવ, ધોળા ગોદડજી, ચોગઠ પૂર્વગાળી, ધામણકા કેન્દ્ર ઉપર સંચાલકની ઉચ્ચક માનદ વેતનની ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ, ઉમેદવારો માટે વયમર્યાદા લઘુતમ ૨૦ વર્ષ અને ૬૦ વર્ષ હોવી જોઈએ.

સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ઉમરાળા ખાતેથી મળી શકશે. ઉમેદવારોએ પોતાનાં ફોર્મ અરજી તા.૦૭/૦૮/૨૦૨૧ સુધીમાં જરૂરી આધારો સાથે મામલતદાર કચેરી, ઉમરાળાને મોકલી આપવાના રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તેમ મામલતદારશ્રી, ઉમરાળાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment