ઘોઘા તાલુકાના વાવડી ગામ ખાતે તા.૨ ઓગષ્ટના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

    સરકાર દ્વારા રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે ઓગષ્ટ માસની ૨જી તારીખે “સંવેદના દિન”ની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જેના ભાગ રૂપે એક દિવસ માટે સમગ્ર રાજ્યમાં પ્રત્યેક તાલુકાદિઠ એક સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવા માટે સરકારે નિર્ણય કરેલ છે. જે અન્વયે ઘોઘા તાલુકામાં વાવડી ગામે પ્રાથમિક શાળા ખાતે તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી મામલતદાર, ઘોઘાનાં અઘ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે.

આ કાર્યક્રમમાં (૧) વાવડી (૨) સાણોદર (૩) સારવદર (૪) ઓદરકા (૫) પીથલપુર (૬) નથુગઢ (૭) તણસા અને (૮) લાકડીયા ગામોનાં લોકો આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, જનધન યોજનાના લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજના, કોવિડ-૧૯ મહામારીનાં સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય માટેની યોજનાનાં લાભો વગેરેને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવા ઇચ્છતાં હોય તેઓએ તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ વાવડી ગામે પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંઘિત અઘિકારીશ્રીઓ દ્વારા સ્થળ ૫ર નિકાલ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ વાવડી ગામે નિયત સમયે ઉ૫સ્થિત રહેવા મામલતદાર, ઘોઘા દ્વારા જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર)  : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment