તા.૧ થી તા.૭ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ઓગસ્ટ માસનું પ્રથમ સપ્તાહ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત સ્તનપાનનું મહત્વ સમજાવવા અને બાળકનાં જન્મથી ૬ માસ સુધી માત્રને માત્ર સ્તનપાન કરાવવા બાબત લોકજાગૃતિ વધારવાના ઉદેશ સહ એક ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્પર્ધાનો હેતુ સ્તનપાનના મહત્વને ઉજાગર કરવા, સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને આસપાસના બાળકો અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે છે. સ્તનપાન બાળકોના શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટેખુબજ ફાયદાકારક છે અને માતૃત્વના સ્વાસ્થ્ય માટે ખુબ જ અસરકારક છે જે અંગે લોક જાગૃતિ લાવવા માટે કાર્યકમ યોજવામાં આવનાર છે.

આ ચિત્ર સ્પર્ધામાં 1. ચિત્ર શૈલી ૧૩ વર્ષ કરતા વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ, પેન્સિલ / વોટર કલર/ ક્રેયોનકલરનો જ ઉપયોગ કરવાનો રહેશે અને ડ્રોઈંગ પેપર A1, A2, A3 , A4 કે Standard poster size નો ઉપયોગ કરવાનો રહેશે.

દરેક સ્પર્ધકે પોતાની કૃતિને PDF માં ઈ-મેઈલ techo.health.bhavnagar@gmail.com પર તા.0૫-૦૮-૨૦૨૧ સાંજે ૬:૦૦ વાગ્યા પહેલા મોકલી આપવાની રહેશે ચિત્રમાં સ્તનપાનની જાગૃતિ વિષયને પ્રકાશિત કરવો જોઈએ જે સમાજમાં સ્તનપાનના મહત્વને પ્રકાશિત કરી શકે. પોસ્ટર સ્પર્ધાની ભાષા: અંગ્રેજી I, ગુજરાતી I, હિન્દી.( સ્લોગન માટે), ડ્રોઇંગ સાથે તમારે દરેક ડ્રોઇંગમાં મેસેજ આપવા માટે એક લાઇન સ્લોગન લખવું ફરજીયાત છે. ચિત્ર ડ્રોઇંગ કરતા વખતે એક સેલ્ફી લેવાની રહેશે અને ચિત્રની સાથે ઈ-મેઈલ મારફત મોકલવાની રહેશે.

દરેક પોસ્ટરનું ચિત્ર અને રંગ- ૨૦ ગુણ, સ્તનપાન જાગૃતિ માટે ખ્યાલ અને સુસંગતતા – ૨૦ ગુણ અને એક લાઇન આકર્ષક સૂત્ર – ૧૦ ગુણ એમ કુલ ૫૦ ગુણભાર રહેશે. ઇ-મેઇલ કરતી વખતે સહભાગીનું પૂરું નામ, જન્મ તારીખ, શાળા/ કોલેજનું નામ/ સંસ્થાનું નામ, ફોન નંબર સાથે વિગતવાર સરનામું અને Email address આપવાનું રહેશે. વિજેતાની પસંદગી 3 જજ – પેનલ દ્વારા કરવામાં આવશે જે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ,ભાવનગર દ્વારા પસંદ કરવામાં આવશે અને તેનો નિર્ણય અંતિમ અને અબાધિત રહેશે

ટોચના પાંચ વિજેતાઓને ઇનામ અને ઇ-પ્રમાણપત્ર આપવામાં આવશે ટોચના પાંચ ચિત્ર આરોગ્ય ટીમ ભાવનગર અને આરોગ્ય કેન્દ્રના સોશિયલ મીડિયા પર પ્રકાશિતકરવામાં આવશે. વિજેતા તરીકે પસંદ કરાયેલાઓએ જિલ્લા પંચાયત કચેરીમાં રૂબરૂ પોસ્ટર – ચિત્ર જમા કરવાનું રહેશે. ભવિષ્યમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જાહેર જાગૃતિ માટે પોસ્ટરનો ઉપયોગ કરી શકાય છે, તેથી જિલ્લા પંચાયત,આરોગ્ય શાખાની મિલકત અને કોપીરાઇટ.રહેશે. (અમે તેનો વ્યાપારી રીતે ઉપયોગ કરીશું નહીં.) વધુ વિગત માટે Dr. MANISHA PARMAR Mobile no:9727723626 પર સંપર્ક કરવાનો રહેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી 

Related posts

Leave a Comment