હિન્દ ન્યુઝ, આણંદ
સહકાર ભારતી: દૂધ ડેરીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન આણંદ સ્થિત એન.ડી ડી.બી ખાતે યોજાઈ ગયો.આ અધિવશેનમાં રાજ્ય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ વિવિધ રાજ્યોમાં આવેલ કૃષિ તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને જણાવ્યું કે, પશુપાલન તથા દૂધ ઉત્પાદન કેવી રીતે વધુ કરી શકાય તે માટેનો સકારાત્મક સૂચનોને યોગ્ય કક્ષાએથી રજૂ કરીને સહકારીતાના ક્ષેત્રને વધૂ મજબૂત કરી શકાશે,તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
અમૂલ ડેરીની સહકારીતા ક્ષેત્રમાં જે ક્રાંતી કરી છે તે વિશ્વની અન્ય કોઈ ડેરીએ કરી નથી તેમ મંત્રીએ ગર્વભેર જણાવતા કહ્યું કે, રાજ્યમાં ૧૮ જેટલા દૂધ સંધ, ૧૮૬૦૦ જેટલી દૂધ મંડળીઓ તથા ૩૬ લાખ જેટલા પશુપાલકો, ૭૭ હજાર જેટલી મહિલાઓ અમુલ ડેરી સાથે સંકળાયેલ છે.વધુમાં તેમણે ઉમેરતાંકહ્યું કે અમૂલનું વાર્ષિક ટર્ન ઓવર જે પણ થાય તે ગામડામાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ લોકોના જીવનધોરણને ઉંચો લાવવામાં ખૂબ જ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. આમ, અમૂલ એ સહકારીતાનો ઉત્તમ દષ્ટાંત પુરૂ પાડ્યું છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કો-ઓપરેટીવ બેંન્કિગ વ્યવસ્થા વિશે જણાવતા મંત્રી કહ્યું કે, રાજ્યમાં ગામડાના લોકોને તાલુકા કે તાલુકાના લોકોને જિલ્લા સ્તરે પૈસાની લેવડ દેવડ માટે જવું ન પડે તે એક વર્ષમાં ૨૪ લાખ જેટલા ખેડૂતો તથા પશુપાલકોના બેંક એકાઉન્ટ કો-ઓપરેટીવ બેંકોમાં ખોલવામાં આવ્યા છે.આ માટે ગામડાઓમાં જ માઈક્રો એટીએમ તથા બેંક મિત્રની નિમણૂક કરવામાં આવી છે.આ માટે ગામડાના ખેડૂતો તથા પશુપાલકોને કેસીસી કાર્ડ પણ આપવામાં આવ્યું છે.
આ વેળાએ મંત્રીએ બે દિવસ ચાલનારા અધિવેશમાં સહકારીતા ક્ષેત્રમાં વધુમાં વધુ યુવાધન જોડાય અને નવીન વિચારો સાથે કેવી રીતે સહકારીતા ક્ષેત્રને દેશને વિકસીત ભારતના સ્વપ્ન સાકાર કરવા મહત્તમ યોગદાન આપે ત દિશામાં મંથન કરવા ઉપસ્થિતોને જણાવ્યું હતું.
આ પ્રસંગે એન.ડી.ડી.બીના ચેરમેન મિનેશભાઈ શાહ,અમૂલ ડેરીની સહકાર ક્ષેત્રે કરાયેલ પ્રગતિનો ઇતિહાસ સાથે હાલની પરિસ્થિતિ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.આ ઉપરાંત ડેરી, મત્સય પાલન, પશુપાલન જેવા સહકારી ક્ષેત્રમાં એન.ડી.ડી.બી દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની જાણકારી આપી હતી.
આ વેળાએ રાષ્ટ્ર સહકાર મહામંત્રી દિપકભાઈ ચૌરસીયા તથા અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ,ધારાસભ્ય સર્વે યોગેશ પટેલ, કમલેશ પટેલ, સહકાર ભારતી સંસ્થાના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં વિવિધ રાજ્યોમાંથી કૃષિ તથા પશુપાલન સાથે સંકળાયેલ લોકો ઉપસ્થિત રહ્યા હતા
