રાજકોટ શહેર કિસાન સંઘે ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કર્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ચણાની ટેકાના ભાવે ખરીદીને લઇને કિસાન સંઘે વિરોધ કર્યો છે. સરકાર પહેલા ખેડૂતો પાસેથી ચણાની ટેકાની ૧૨૫ મણ ખરીદી કરતી હતી. પરંતુ હવે ૧.૫ એક્ટર નીચેના ખેડૂતો માટે માત્ર ૧૮ મણ અને ૧.૫ હેક્ટરથી ઉપરના ખેડૂતો માટે માત્ર ૨૭ મણની જ ખરીદી કરીને સરકાર ખેડૂતો સાથે મજાક કરી રહી છે. જેથી કિસાન સંઘે વિરોધ નોંધાવીને પુરી ખરીદી કરવા માંગ કરી છે. ૧૮ મણ ચણાને લઈને ખરીદી કેન્દ્ર પર વાહન લઈને જવું કે, બજારમાં વેચાણ માટે લઈ જવુ. બંનેની સરખામણી કરતા ભાડાનો ખર્ચ વધી જાય છે. જેથી કિસાન સંઘે ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કર્યો છે. આ સાથે જ રાજકોટ શહેર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment