હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશ્નર ની કચેરી ખાતે ડીજીપી ગુજરાત રાજ્ય કે.એલ.એન. રાવ નાઓની અધ્યક્ષતામાં રિજીઓનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ શહેર, અમદાવાદ વિભાગ, ગાંધીનગર વિભાગ તથા અમદાવાદ જીલ્લા માં આવેલ વિવિધ SRPF ગ્રુપ અને સાબરમતી સેન્ટ્રલ જેલ ના તમામ ઊચ્ચ અધિકારી ઓ હાજર રહ્યા.
પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, મે.ડીજીપીનાઓનું અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે સ્વાગત અભિવાદન કર્યુ ,તથા કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લીધી. પોલીસ કમિશ્નર કચેરી ખાતેના બાળકો માટેના “વાત્સલ્ય ઘર” ની પણ મુલાકાત લેવામાં આવી.
મે.ડીજીપીશ્રીનાઓએ, ક્રાઇમ બ્રાન્ચ તથા જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરની મુલાકાત લઈ કામગીરી નિહાળી.
