વારાહી : ગંજબજાર માં સતાધિશો ના વહીવટ અને ઇરાદાપૂર્વક થતી કામગીરી નો ઘટનાક્રમ સામે આવ્યો

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના વારાહી ગંજબજાર ખાતે સતાધિશો ના વહીવટ અને ઇરાદાપૂર્વક થતી કામગીરી નો ઘટનાક્રમ સામે આવ્યો છે . વેપારી તરીકે નું લાયસન્સ લેવા માટે સ્થાનિક અરજદાર છેલ્લા કેટલાક મહિનાઓ થી દોડધામ કરી રહ્યા છે. બે વાર બોર્ડ મિટિંગ થઈ હોવા છતાંય વેપારી તરીકે નું લાયસન્સ મળી શક્યું નથી આથી અરજદારે સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રાર ને ફરિયાદ કરી છે. કોઈ એક પાર્ટીને વિચારધારા સાથે અરજદાર સંકળાયેલા હોય ચેરમેન અરજીની મંજૂરી આપવામા ઠાગ ઠયા કરતા હોવાનો સવાલ ઉભો થયો છે. માર્કેટ યાર્ડમાં વેપારીની સંખ્યા વધે તો ખેડૂતોને પણ પાકના ઊંચા ભાવ મળી શકે છતાં લાયસન્સ આપવામાં વિલંબ કેમ તે ગંભીર સવાલ બન્યો છે આવો જાણીએ શંકાસ્પદ ઈરાદાઓ કેમ તેનો વિશેષ અહેવાલ..

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારાહી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કાર્યરત છે. જેમાં ખેડૂતો વેપારીઓ અને સંઘની મંડળી સહિતના મતદારો થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોર્ડ મારફતે માર્કેટ યાર્ડનો વહીવટ ચલાવી રહ્યા છે. વારાહી ગંજ બજારની સ્થાપના બાદ થી વેપારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને સાથે ખેતીના પાકની આવકમાં પણ વધારો થતો આવ્યો છે. હવે જ્યારે વેપારીઓની સંખ્યા વધે તેમ છતાં વધવા દેવાતી નથી અથવા વધવા દેવા માટેની કાર્યવાહી વિલંબમાં રખાઈ રહી છે. હકીકતે એ ગત એપ્રિલ 2022 પછીના સમય દરમિયાન અને અરજદારોએ ગંજ બજારમાં વેપારી નું લાયસન્સ મેળવવા અરજી કરી છે, આ પછી બોર્ડ મીટીંગ પણ થઈ ગઈ છતાં લાયસન્સ ની અરજીઓ પૈકી કેટલીક નિકાલ થઈ નથી. ઝઝામ ગામના અને ચોક્કસ પાર્ટી ની વિચારધારા સાથે સંકળાયેલા અરજદારે વારાહી ગંજ બજારમાં વેપારી નું લાયસન્સ મેળવવા કરેલી અરજી ઉપર નિર્ણય ખૂબ વિલંબમાં મુકાયો છે. ગત 6 સપ્ટેમ્બર એ બોર્ડ મીટીંગ મળી છતાં હકારાત્મક વલણ નહીં મળતા અરજદાર ચોંકી ઉઠ્યા છે. આ બાબતે વારાહી બજાર સમિતિના ચેરમેનને પૂછતા સીધા જ બોલ્યા હતા કે સેક્રેટરીને પૂછો. આથી સેક્રેટરીને અમોએ પૂછ્યું કે ઝઝામના અણદુભા જાડેજા ની લાયસન્સ અરજી બાબતે શું નિર્ણય લેવાયો. માત્ર નિર્ણય બાબતે પૂછ્યું તો પણ સેક્રેટરીએ ગોળ ગોળ જવાબ આપતા કહ્યું કે તમે રૂબરૂ આવજો આ બધી વાતો ફોનમાં ન થાય, બોર્ડ મિટિંગમાં કોઈપણ લાયસન્સ અરજી બાબતે જ્યારે નિર્ણય કર્યો કે પેન્ડિંગ રાખ્યું તેટલું પણ સેક્રેટરી જણાવી શક્યા ન હતા. આથી આ બાબતે પાટણ જિલ્લા રજીસ્ટ્રાર શિવપાલસિંહ ઝાલા ને પૂછતા જણાવ્યું હતું કે વેપારી તરીકે ના લાયસન્સની કોઈપણ પડી ના રહે તેની પૂર્તતા થાય અથવા જો ડોક્યુમેન્ટની પૂર્તતા ના થાય તો નિકાલ થાય તો હવે સવાલ એ થાય છે કે શું ચેરમેન ઇરાદાપૂર્વક ચોક્કસ વિચારધારાના અરજદારને વેપારી તરીકેનું લાયસન્સ આપવામાં રોક લગાવી રહ્યા છે???

અરજદાર શું કહે છે.?
આ બાબતે અરજદાર અણદુભા જાડેજાએ જણાવ્યું હતું કે , ગત એપ્રિલ મહિના મા અરજી કરી છતાંય લાયસન્સ આપવામાં ચેરમેન ઠાગાઠૈયા કરી રહ્યા છે.ગત 6 સપ્ટેમ્બર એ બોર્ડ મીટીંગ મળી તો અમોને સૂત્રોએ જણાવ્યું હતું કે ચેરમેન મૌખિક રીતે લાઇસન્સ આપવામાં મનાઈ કરી રહ્યા છે આથી અમોએ પાટણ જિલ્લા રજીસ્ટાર ને ફરિયાદ આપી જાણ કરેલ છે.

હાલમાં જેટલા લાયસન્સ છે એ બધા વેપાર કરે છે કે કેમ !
વારાહી ગંજ બજારમાં અનેક વેપારીઓ લાયસન્સ ધરાવે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો લાયસન્સ ધરાવતા પૈકી તમામ વેપાર કરતા નથી. જો લાયસન્સ હોવા છતાં કોઈ એકાદ લાયસન્સ ધારક પણ વેપાર કરતું ન હોય તો તેવા લાયસન્સ સામે શું થઈ શકે.? એ સવાલ પણ છે. જ્યારે ખરેખર કોઈ અરજદાર વેપાર કરવા ઈચ્છુક હોય અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો સાથે સંકળાયેલા હોય તો તેવા અરજદારને વેપારી તરીકેનું લાયસન્સ આપવામાં કેમ ઠાગઠૈયા થાય.! આ સવાલોથી ઇરાદાપૂર્વક વાળી આશંકા વધુ ઘેરી બની છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment