હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના સમી તાલુકા ના મોટા જોરાવરપૂરા ગ્રામ પંચાયત ના નવ યુવાન શિક્ષિત સરપંચ ચૌધરી માંનસીભાઈ દ્વારા ગામ માં કમિટી હોલ, નંદ ઘર, મહીલાઓ ને નાહવા માટે ઉતમ સ્નાન ઘાટ,પાણીનો અવાડો,સ્કૂલ મા પ્રાથના સેડ,ગામના રોડ રસ્તા આરસીસી રોડ, ગટર લાઇન,પાણી લાઈન, સ્ટ્રેટ લાઈટ, સરસ મજાનો એવો ચેક ડેમ, પુર થી રક્ષણ મળે માટે ગામ માં ‘પુર રક્ષણ દિવાલ’ ૧૦૨ મીટર. સ્મશાન ઘાટ માં તાર વાયર, અનુસૂચિત જાતિ માટે કમિટી હોલ, બાબા સાહેબ આંબેડકર હોલ, રોડ રસ્તા માટે પેવર બ્લોક, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર, ગામની અંદર સરસ મજાની ગંદકી ફાટી ના નીકળે માટે કચરા પેટી તેમજ અન્ય સુવિધાઓ થી સજ્જ અને ગામ ની સુખ સુવિધા પૂરી પાડી તેવા ગામના ઉત્સાહી સરપંચ ની કામગીરી બિરદાવવા લાયક કહેવાય.
એક કરોડ ના ખર્ચે બનતું નવીન CHC કેન્દ્ર પણ સરપંચ દ્વારા લાવવામાં આવ્યું છે.પાંચ વર્ષ પૂર્ણ થતાં સરપંચ ની કામગીરી થી સમગ્ર ગ્રામજનો એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.આમ પાટણ જિલ્લાના આ ગામ માં રહેતા દરેક ગ્રામજનો કામગીરી ને બિરદાવી હતી અને ખુબજ સારી એવી સગવડો ગામ માં ઉપલબ્ધ કરાવી હોવાથી સરપંચ નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર