મોટી પીપળી થી રાધનપુર ડીજે ના તાલ સાથે જારુષા ગ્રામ તળાવ મા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલ વિષ્ણુ દેવી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે ગણપતિ મહોત્સવ ની ઉજવણી નવ દિવસની પૂર્ણ થતા વિસર્જન કરવામાં આવેલ. નાની પીપળી ગામ થી ભવ્ય શોભા યાત્રા સાથે વિષ્ણુ દેવી એગ્રો પ્રાઇવેટલિમિટેડ ખાતે થી ભવ્ય શોભાયાત્રા સાથે ગણપતિ મહોત્સવની ઉજવણીના નવ દિવસ બાદ વિસર્જન કરવામાં આવ્યું. વિષ્ણુ દેવી એગ્રો ઇન્ડસ્ટ્રીના માલિક પ્રફુલભાઈ કાંતિભાઈ ઠક્કર ડીસા વાળા તરફથી ગણપતિ મહોત્સવની ઉજવણીના બાદ વિસર્જન ના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા બાદ વિષ્ણુ દેવી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે ગણપતિ બાપા ની સ્થાપના બાદ વિસર્જન પંડિતોની સાક્ષીમાં મંત્રોચ્ચાર સાથે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ બાપા નુ વિસર્જન કરી ભવ્ય આરતી ઉતારી ભજન અને ભોજન સાથે કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગણપતિ બાપા મોરિયા ના નારા લગાવી ગણપતિ ઉત્સવની ઉજવણી કરી હતી. ગણેશ પૂજન કરી આરતી કરી વિધી વિધાન અનુસાર નવ દિવસ માટે ગણપતિ સ્થાપના વિષ્ણુ દેવી એગ્રો લિમિટેડ કંપની પીપળી ગામ ખાતે ઇન્ડસ્ટ્રીના માલિક ઠક્કર પ્રફુલભાઈ કાંતિલાલ પરિવાર તરફથી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિસર્જન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા સાથે ઇન્ડસ્ટ્રી ખાતેથી રાધનપુર ખાતે ભવ્ય શોભાયાત્રા પહોંચી હતી. રાધનપુર થી વારાહી ખાતે રથયાત્રા પહોંચી હતી,વારાહી થી જારુસા ગામના તળાવ મા ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ અદા,ગુજરાતના નામચીન ઉદ્યોગપતિઓ અને આમ જનતા સાથે નાની પીપળી ગામના સરપંચ અને ગામ લોકો પ્રફુલભાઈ ઠક્કર નો પરિવાર માતા-પિતા વડીલોના આશીર્વાદ લઇ ગણપતિ બાપા નું વિસર્જન કર્યું હતું. નવ દિવસ ધામધૂમથી ઉજવણી કર્યા બાદ ભવ્ય શોભાયાત્રા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

 

Related posts

Leave a Comment