ચીખલીની એમ.આર.ડી. આર્ટસ તથા ઈ.ઈ.એલ.કે. કોમર્સ કોલેજ ખાતે નવા શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, નવસારી      નવસારી જિલ્લાના ચીખલી ખાતે આવેલ એમ.આર.ડી. આર્ટસ તથા ઈ.ઈ.એલ.કે. કોમર્સ કોલેજના કેમ્પસમાં પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવા શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલના વરદહસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. નવા મકાનમાં ડિજિટલ ક્લાસરૂમ, અદ્યતન કોમ્પ્યુટર લેબ તેમજ ઇન્ડોર ક્રિકેટ નેટ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.              આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં સમયની માંગ અને ભવિષ્યની જરૂરિયાતોને…

Read More

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, નવસારી     આજ રોજ નવસારી જિલ્લા સેવા સદન ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવસારી શહેર-જિલ્લામાં પ્રવર્તમાન વિકાસ કામગીરીઓ અને જિલ્લાની માળખાગત સુવિધાઓ, લોકપ્રતિનિધિઓના પ્રશ્નો – રજૂઆતો તથા જિલ્લાનાં વિવિધ વિકાસ કામો વિશે તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. સંકલન બેઠક દરમિયાન કલેકટરએ જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. અને જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં કાર્યરત સર્વાંગી વિકાસના કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર થાય તે માટે અધિકારીશ્રીઓ પરસ્પર સંકલનમાં રહેવું, જેથી સ્થાનિક સ્તર જ પર વહેલી તકે પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ થાય.…

Read More

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ભેંસકાતરી પ્રાથમિક શાળાના અમૃત મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ ભેંસકાતરી પ્રાથમિક શાળાના આજરોજ ૭૫ વર્ષ પૂર્ણ થતાં, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શાળાનાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે સરકાર સતત પ્રયત્નશીલ છે જે માટે અધ્યતન સુવિધા યુક્ત શાળાઓ શરૂ કરવામાં આવેલ છે. આજે ઉજવાઇ રહેલ શાળાના અમૃત મહોત્સવમાં પ્રસંગે શાળામાં યોગદાન આપનાર ઉપસ્થિત ગામના તમામ વાલીઓ અને આગેવાનોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ…

Read More

એસ્પરેશનલ બ્લોક સુબીર તાલુકાના શિંગાણા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી, ડાંગ દ્વ્રારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય એક દિવસીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ડાંગ      મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ દ્વારા એસ્પરેશનલ બ્લોક સુબીર તાલુકાના શિંગાણા ખાતે આજરોજ “ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫” કાયદા અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષા મુલતાનીના દિશાદર્શન હેઠળ તેમજ શિંગાણા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતિ સુજાતાબેન પવારના અધ્યક્ષપણા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી કે.એ. ગિરાસેએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાને ૨૦૦૫ ના ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. કાયદાની કલમ 3 મુજબ, “પ્રતિવાદીનું કોઈપણ કૃત્ય, ભૂલ…

Read More

RBSK ટીમના નેજા હેઠળ ભિસ્યા આંગણવાડી કેન્દ્રના બાળકના ક્લબ ફૂટ (જન્મજાત ખામી) ની સફળ સર્જરી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ડાંગ      રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આર.બી.એસ.કે ટીમ નંબર ૬૦૫ (પી.એચ.સી. ગાઢવી) દ્વારા અક્ષિત અશ્વિનભાઈ ચૌધરી, આંગણવાડી કેન્દ્ર ભિસ્યા, તાલુકો આહવાનો બાળક જે જન્મ સમયે ક્લબ ફૂટ જેવી જન્મજાત ખામી સાથે તા. ૦૭/૧૦/૨૦૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે જન્મેલ હતો. RBSK ટીમ દ્વારા બાળકના વાલીઓને ક્લબ ફૂટ વિશે યોગ્ય માર્ગદર્શન આપી, બાળકને શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે સમયસર સારવાર માટે રેફર કરવામાં આવ્યો હતો. જ્યાં Ponseti પદ્ધતિ દ્વારા બાળકને સફળ સારવાર આપવામાં આવી હતી.  હાલમાં બાળક આ બાળક આર.બી.એસ.કે ટીમ નંબર ૬૦૫ ના નિયમિત ફોલોઅપ…

Read More

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, નવસારી     આજ રોજ નવસારી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા તથા શહેરના વિવિધ સ્થળો તથા ગત જાન્યુઆરી માસમાં જ્યાં અકસ્માતો બન્યા હોય અથવા જે જગ્યાઓ અકસ્માત સંભવિત જણાતી હોય તેવી તમામ બાબતોની વિગતવાર ચર્ચા થયેલ હતી.  આ બેઠકમાં જિલ્લા ટ્રાફિક શાખા તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર શાખાના અધિકારીઓએ પાવર પોઈંટ પ્રેઝન્ટેશન થકી જિલ્લા કલેક્ટરને માર્ગ સલામતી તથા અકસ્માત સંબંધિત માહિતી રજૂ કરી હતી.  જિલ્લા કલેક્ટરએ હાજર તમામ અમલીકરણ અધિકારીઓને લોકોની માર્ગ સલામતીત અંગે…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત; સુરતને મળશે વૈશ્વિક વેપારનો નવો વેગ

હિન્દ ન્યુઝ, સુરત      દક્ષિણ ગુજરાત VGRC ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ જિલ્લાને આવરી લેશે; રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, કાપડ અને વસ્ત્ર, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોને વિશેષ પ્રદર્શન મળશે. સુરતની વૈશ્વિક ઉડાન: USD 10.55 બિલિયન નિકાસ સાથે ડાયમંડ સિટી બન્યું ગ્લોબલ ટ્રેડ હબ; યુએસ, હોંગકોંગ અને યુએઈ અગ્રણી નિકાસ સ્થળો. સુરતનું ઔદ્યોગિક પરિપ્રેક્ષ્ય માત્ર હીરા ઉદ્યોગ પૂરતું સીમિત નથી; શહેરમાં માનવસર્જિત રેશા, કાર્બનિક રસાયણો, યાંત્રિક મશીનરી, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ તથા વિવિધ કાપડ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે.

Read More

જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ફેબ્રુઆરી માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંતર્ગત જનહિતના કાર્યો પર ભાર મુકતા ઉપસ્થિત માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ દ્વારા લોકહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. અધ્યક્ષશ્રીએ આ પ્રશ્નોનું સમયમર્યાદામાં સકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. આ તકે ડી.ડી.ઓ દ્વારા સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય અને વહીવટી કામગીરીમાં ગતિશીલતા…

Read More

સુરત આરટીઓ દ્વારા LMV મોટર કાર માટે પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ-05-JXનું ઓક્શન થશે

હિન્દ ન્યુઝ, સુરત  સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા LMV મોટર કારની GJ-05-JX સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૨૬થી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં થશે. જ્યારે હરાજી તા.૨૮ ફેબ્રુઆરી થી ૦૨ માર્ચ દરમિયાન કરવામાં આવશે.                    પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી…

Read More

તા.૨૬ થી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, સુરત      સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા મોટર સાયકલના GJ-05 UL સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. જે માટે રજિસ્ટ્રેશન તા.૨૬ થી ૨૮ ફેબ્રુઆરી સુધી અને હરાજી તા.૨૮ ફેબ્રુઆરી થી ૦૨ માર્ચ દરમિયાન કરવામાં આવશે.                 પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ…

Read More