જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ફેબ્રુઆરી માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક અંતર્ગત જનહિતના કાર્યો પર ભાર મુકતા ઉપસ્થિત માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ દ્વારા લોકહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. અધ્યક્ષશ્રીએ આ પ્રશ્નોનું સમયમર્યાદામાં સકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

આ તકે ડી.ડી.ઓ દ્વારા સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય અને વહીવટી કામગીરીમાં ગતિશીલતા આવે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.તથા બાકી રહેલા પેન્શન કેસો, વહીવટી મંજૂરીઓ અને નાગરિકોની સુખાકારીને લગતા પ્રશ્નોને અગ્રતા આપી પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સંકલન બેઠકમાં નિવાસી અધિક કલેકટર નિશા શર્મા, ગાંધીનગર મામલતદાર તેમજ જિલ્લા સંકલન સમિતિના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment