હિન્દ ન્યુઝ, સુરત
દક્ષિણ ગુજરાત VGRC ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ જિલ્લાને આવરી લેશે; રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, કાપડ અને વસ્ત્ર, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોને વિશેષ પ્રદર્શન મળશે.
સુરતની વૈશ્વિક ઉડાન: USD 10.55 બિલિયન નિકાસ સાથે ડાયમંડ સિટી બન્યું ગ્લોબલ ટ્રેડ હબ; યુએસ, હોંગકોંગ અને યુએઈ અગ્રણી નિકાસ સ્થળો.
સુરતનું ઔદ્યોગિક પરિપ્રેક્ષ્ય માત્ર હીરા ઉદ્યોગ પૂરતું સીમિત નથી; શહેરમાં માનવસર્જિત રેશા, કાર્બનિક રસાયણો, યાંત્રિક મશીનરી, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ તથા વિવિધ કાપડ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે.
