હિન્દ ન્યુઝ, નવસારી
આજ રોજ નવસારી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા તથા શહેરના વિવિધ સ્થળો તથા ગત જાન્યુઆરી માસમાં જ્યાં અકસ્માતો બન્યા હોય અથવા જે જગ્યાઓ અકસ્માત સંભવિત જણાતી હોય તેવી તમામ બાબતોની વિગતવાર ચર્ચા થયેલ હતી.
આ બેઠકમાં જિલ્લા ટ્રાફિક શાખા તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર શાખાના અધિકારીઓએ પાવર પોઈંટ પ્રેઝન્ટેશન થકી જિલ્લા કલેક્ટરને માર્ગ સલામતી તથા અકસ્માત સંબંધિત માહિતી રજૂ કરી હતી.
જિલ્લા કલેક્ટરએ હાજર તમામ અમલીકરણ અધિકારીઓને લોકોની માર્ગ સલામતીત અંગે તથા પ્રસ્તુત આંકડાકિય વિગત અને વિશ્લેષણ મેળવી લોકજાગૃતિ વધારવા, અકસ્માત સંભવિત ક્ષેત્રો કે બાબતોનું ત્વરીત મૂલ્યાંકન કરી જનસુરક્ષા સંબંધિત તાત્કાલિક પગલાંઓ લેવા સૂચના આપેલ હતી.
જિલ્લા માર્ગ સલામતી સમિતિની આ બેઠકમાં અધિક કલેકટર વાય. બી. ઝાલા, નવસારી, ચીખલી તથા વાંસદાના પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, NHAI ના પ્રતિનિધિઓ, પોલીસ તથા નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
