હિન્દ ન્યુઝ, ડાંગ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આર.બી.એસ.કે ટીમ નંબર ૬૦૫ (પી.એચ.સી. ગાઢવી) દ્વારા અક્ષિત અશ્વિનભાઈ ચૌધરી, આંગણવાડી કેન્દ્ર ભિસ્યા, તાલુકો આહવાનો બાળક જે જન્મ સમયે ક્લબ ફૂટ જેવી જન્મજાત ખામી સાથે તા. ૦૭/૧૦/૨૦૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે જન્મેલ હતો. RBSK ટીમ દ્વારા બાળકના વાલીઓને ક્લબ ફૂટ વિશે યોગ્ય માર્ગદર્શન આપી, બાળકને શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે સમયસર સારવાર માટે રેફર કરવામાં આવ્યો હતો. જ્યાં Ponseti પદ્ધતિ દ્વારા બાળકને સફળ સારવાર આપવામાં આવી હતી.
હાલમાં બાળક આ બાળક આર.બી.એસ.કે ટીમ નંબર ૬૦૫ ના નિયમિત ફોલોઅપ હેઠળ છે અને બાળકના પગમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ક્લબ ફૂટ (Clubfoot) એટલે જન્મજાત ખામી જેમાં બાળકના પગનો આકાર સામાન્ય ન હોય. પગ અંદરની બાજુ વળેલો હોય છે અને એડી ઉપર ઊંચી રહે છે, એટલે બાળકનો પગ સીધો જમીન પર મૂકવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે બાળકનો પગ અંદર તરફ વળેલો હોય, એડી જમીન પર ટકે નહીં, પગનો આકાર નાનો કે ટૂંકા જેવો લાગે જે બિમારી એક અથવા બંને પગમાં પણ થઈ શકે છે.
આ બિમારી ગર્ભાવસ્થા દરમિયાન પગના હાડકાં અને પેશીઓનું યોગ્ય વિકાસ ન થવું અને જનેટિક (વંશપરંપરાગત) ના કારણે પણ હોઇ શકે છે. જેની યોગ્ય સમયે સારવાર કરવાથી બાળક સંપૂર્ણ રીતે સામાન્ય રીતે ચાલી શકે છે.
