હિન્દ ન્યુઝ, જામનગર
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-જામનગર દ્વારા રાષ્ટ્રીય યુવા નેતૃત્વ કાર્યક્રમ અંતર્ગત શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ ધ્રોલ ખાતે “આસ પડોસ યુવા સંસદ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
‘આસ પડોસ યુવા સંસદ’ કાર્યક્રમમાં નારી શક્તિ તેમજ વોકલ ફોર લોકલ સહિતના અલગ અલગ સેશન યોજાયા હતા. જેમાં તજજ્ઞો દ્વારા વોકલ ફોર લોકલ, નારી શક્તિ સહિતના મુદ્દે વિસ્તારથી યુવાનોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આ સાથે સાથે “યુથ મોક પર્લિયામેન્ટ” ના માધ્યમથી સંસદ ભવનની કાર્ય પ્રણાલી વિશે યુવાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. યુથ મોક પર્લિયામેન્ટમાં ભાગ લેનાર યુવાનોને નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના સમાપનમાં યુવાઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ગોમતીબેન ચાવડા તેમજ એમ.ડી.મહેતા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના કેમ્પસ ડાયરેક્ટર વિમલભાઈ, મહેતા કોલેજના પ્રિન્સિપાલ બિંદુબેન મહેતા તથા એમ.ડી.મહેતા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સ્કુલના નીતાબેન વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમનું માર્ગદર્શન નહેરુ યુવા કેન્દ્ર જામનગરના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી તેમજ કાર્યક્રમનું આયોજન ઉડાન યુથ ક્લબના પ્રેસિડેન્ટ નરોત્તમ વઘોરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં હર્ષ પાંડે, દિપાલી રાઠોડ, પાયલ દલસાણીયા, વાઘેલા કાર્તિક, વરગીયા જયદીપ, માયાભાઈ ધુલિયા, પ્રગતિ યુથ ક્લબના સભ્ય હરીશભાઈ ખીમસુરીયા તથા એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલના આચાર્યા વગેરેએ જહેમત ઉઠાવી હતી.