અરવલ્લીમાં ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) ની બેઠક સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ.

હિન્દ ન્યુઝ, મોડાસા

        અરવલ્લી જિલ્લા ડ્રિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક સાસંદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં મોડાસા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકમાં સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ગામડાના છેવાડાના લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરીયાતોને પ્રાથમિકતા અપાય તે જરૂરી છે. વધુમાં તેમણે સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ સબંધિત હેતુ માટે અને સમયમર્યાદામાં થાય તેવું અધિકારીઓને જણાવ્યું અને જૂના રહેલ બાકી કામોને પૂર્ણ કરવા તેમજ બાકી રહેલી અરજીઓનો ઝડપથી નિકાલ કરવા. તેમજ અમલીકરણ અધિકારીઓ પાસેથી પૂર્ણ થયેલ કામોની વિગતો મંગાવાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, જિલ્લા જળ સ્વચ્છતા એકમ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ,સિંચાઇ, પશુપાલન, રોજગાર, વીજ,પુરવઠા, માર્ગમકાન, શહેરી વિકાસ સહિતના વિભાગોની યોજનાની ચર્ચા તથા લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લોકોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ બાકી રહેતા તમામ કામો સત્વરે પૂર્ણ કરવા માટે અધિકરીઓને સુચના આપી હતી. બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટિયા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.બી.દાવેરા સહિત વિવિધ પદાધિકારીઓ અને જીલ્લાના સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment