ગીર સોમનાથ જિલ્લા આરટીઓ કચેરી ખાતે તા.૧૬ થી ૧૮ મે સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    ગીર સોમનાથ જિલ્લા આરટીઓ કચેરી ખાતે તા.૧૬ થી ૧૮ મે સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે.

ગીર સોમનાથ આરટીઓ કચેરી, ઈણાજ ખાતેના કાર્યરત છે. આરટીઓ કચેરી ખાતેના સારથી પોર્ટલ પર તા.૧૬-૫-૨૦૨૪ થી ૧૮-૫-૨૦૨૪ સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે. જેમાં આરટીઓ કચેરી ખાતે લાયસન્સમાં નવા વ્હિકલ ક્લાસનો ઉમેરો કરવો, લાયસન્સ રિન્યુઅલ, કંડકટર લાયસન્સ જેવી તમામ કામગીરી બંધ રહેશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.


Advt.

 

Related posts

Leave a Comment