હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સંચારી રોગોની અટકાયત અંગે જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં પાણીનું રીકલોરિનેશન, ઘન કચરાનો નિકાલ, હોટેલોમાં ખોરાકની તપાસણી, લારી- ગલ્લાનું રેગ્યુલર ચેકીંગ તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. બેઠકમાં સમિતિના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી પીવાના પાણીનું નિયમિતપણે રી-કલોરીનેશન થાય તે માટે ડેઈલી રિપોર્ટિંગ થાય છે અને હેલ્થ વર્કર્સને તાલીમ અપાઈ છે. આઈસ ફેક્ટરી, ખાણીપીણીના ગલ્લા, લારી, લોજ…
Read MoreDay: June 14, 2024
જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિ તથા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા પાણી સમિતિ અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, દરેક તાલુકામાં યોગ્ય રીતે પાણી વિતરણ થાય અને પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક આવે તે હેતુથી નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ તાલુકા કક્ષાએ સંબંધિત અધિકારીઓ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે. તેમજ હેન્ડપંપ, પાણીના બોર અને મોટર રીપેરીંગની કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ થાય તે માટે કલેકટર એ સમિતિના સભ્યોને ખાસ સૂચના આપી હતી. ઉક્ત સમીક્ષા…
Read Moreજામનગરમાં આગામી તા.14 જૂનના યોગ મહિલા સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર વિશ્વમાં દર વર્ષે તારીખ 21 જૂનના ”આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 14 જૂનના રોજ યોગ મહિલા સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14/06/2024 ના રોજ સાંજના 06:00 થી 08:00 કલાક દરમિયાન રણમલ તળાવ, ગેટ નંબર 1, પાર્કિંગ એરિયા, જામનગરમાં સરકારી મહિલા કર્મચારીઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં ભાગ લેવા માટે https://forms.gle/JG1n47uYg89uGoGe6આ લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉપરોક્ત કાર્યક્રમમાં મહત્તમ કર્મયોગીઓ સંમિલિત…
Read More16 જૂન ના રોજ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, સોમનાથ આગામી 16 જૂન ના રોજ જેઠ શુક્લા દશમી પર સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા મહાપૂજા અને અભિષેક કરવામાં આવનાર છે. જેઠ શુક્લ દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી…
Read More