હિન્દ ન્યુઝ, ,જામનગર મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’ નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ 27/06/2024 ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ 14/06/2024 સુધીમાં રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ…
Read MoreDay: June 10, 2024
ઉત્પાદન ખર્ચ ઓછું અને આવક બમણી કરતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી
આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત હિન્દ ન્યુઝ, મહીસાગર આજના સમયની માંગ એટલે પ્રાકૃતિક ખેતી. જયાં એક તરફ રાસાયણિક ખાતર થકી અનેક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે અને ઉત્પાદન પણ ઘટી રહ્યું છે ત્યારે આજના સમયે ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળી જમીનની ગુણવત્તા જાળવી રાખવી ખૂબ જરૂરી છે. જેમ જંગલમાં કોઈ પણ રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી તેવી જ રીતે આપણા ખેતરમાં પણ આપડે રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક ખેતી થકી વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. આવા જ એક મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોકમસિંહના ભેવાડા ગામના સોમાભાઈ પટેલ જણાવે છે કે પેહલા…
Read Moreઆગામી તા.26 જૂનના ધ્રોલ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તારીખ 26/06/2024 ના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ધ્રોલ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી આગામી તારીખ 15/06/2024 સુધીમાં…
Read Moreજામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે બાજરીના પાક અંગે તાલીમ સત્રનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર ગત વર્ષ 2023 ને ”આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ” તરીકે ઉજવવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર કેન્દ્ર દ્વારા ઉનાળુ ઋતુ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં ખેડૂતોને બાજરા પાકની વિકસાવેલી નવી બાયો-ફોર્ટીફાઈડ જાત GHB-1129 (જામ શક્તિ) ના પ્રથમ હરોળના નિદર્શનો અને તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.કે.પી.બારૈયા, બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો.કે.ડી.મુંગરા અને કૃષિ વૈજ્ઞાનિક એન.ડી.અંબાલીયા દ્વારા અલીયાબાડા ગામના ખેડૂત સુરેશભાઈ બચુભાઈ મકવાણાના ખેતર ખાતે બાજરાની જાતના ગુણધર્મો, તેમની ખોરાકમાં અગત્યતા, બાજરાનું ઉત્પાદન કરવાની રીતો, મૂલ્ય…
Read Moreગુજરાત સરકાર : ભ્રષ્ટાચાર નિર્મૂલન હેતુ મક્કમતાથી અગ્રેસર
હિન્દ ન્યુઝ, જામનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં લાંચ અંગેની ફરીયાદ આપવામાં આવે ત્યારબાદ ફરીયાદીને જે તે વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ઘણી રજૂઆતો બ્યુરો તથા સરકાર કક્ષાએ થતી હતી. આ સ્થિતિને નિવારવા અને ફરીયાદીને યોગ્ય અને પૂરતુ રક્ષણ મળી રહે તે સારુ સરકાર તરફથી મળેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન આધારે નિયામક દ્વારા બ્યુરો ખાતે ‘CARE’ (Caring of Applicant & Responding Effectively) પ્રોગ્રામ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૪ થી અમલમાં મૂકવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત બ્યુરોનાં દરેક અધિકારી/કર્મચારી એક માસમાં ઓછામાં ઓછા એક ફરીયાદીને રૂબરૂમાં તેઓના નિવાસસ્થાને…
Read Moreમંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓની શુભેચ્છા મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓ જેમાં ખારા બેરાજા, ગોરધનપર, નાઘેડી, રાવલસર ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને લોકસંપર્ક કાર્યક્રમમાં ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. કૃષિમંત્રી દ્વારા યોજવામાં આવેલા લોકસંપર્કના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. ઉપસ્થિત સર્વે આગેવાનોને જરૂરી માર્ગદર્શન- સૂચના પૂરી પાડી હતી. Advt.
Read Moreજામનગર જિલ્લામાં તા.24 થી 27 જુન દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જમજોધપુરમાં તા.24 થી તા.27 જુન દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.24 જુન ના રોજ કાલાવડમાં GEB ઓફિસની સામે, વાવડી રોડ, તા.25 જુન ના રોજ ધ્રોલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડિઝલના પંપ પાસે, તા.27 જુન ના રોજ લાલપુરમાં માર્કેટિંગ યાર્ડની સામે, 66કેવી બાજુના મેદાનમાં અને તે જ દિવસે જામજોધપુરમાં ગૌશાળા પાસે નદીના કાઠા પરના મેદાનમાં તમામ પ્રકારના વાહનોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. જે વાહન માલિકોએ પિયુસી ઓનલાઈન કઢાવેલ…
Read Moreધ્રોલ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક/ રસોયાની નિમણૂંક માટે ઈન્ટરવ્યુ યોજાશે
હિન્દ ન્યુઝ, ધ્રોલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં બિજલકા પ્રાથમિક શાળા, રાજપર (ધાર) શાળા અને રોજિયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક, રસોયા અને મદદનીશની જગ્યાઓ ભરવાની છે. જેમાં, ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ ધ્રોલ મામલતદાર કચેરી ખાતેથી રજાના દિવસો સિવાય રૂબરૂ જઇને કચેરી સમય દરમિયાન નમૂના ફોર્મ મેળવી લેવાનું રહેશે. આગામી તા.૧૦ જુન સુધીમાં આ અરજી પત્રક કચેરીને પહોંચાડી દેવાનું રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા, અધૂરી વિગતો, અધૂરા પ્રમાણપત્રો અને વીતી ગયેલી તારીખ બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા…
Read More