ધ્રોલ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક/ રસોયાની નિમણૂંક માટે ઈન્ટરવ્યુ યોજાશે

હિન્દ ન્યુઝ, ધ્રોલ  

    જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં બિજલકા પ્રાથમિક શાળા, રાજપર (ધાર) શાળા અને રોજિયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક, રસોયા અને મદદનીશની જગ્યાઓ ભરવાની છે. જેમાં, ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ ધ્રોલ મામલતદાર કચેરી ખાતેથી રજાના દિવસો સિવાય રૂબરૂ જઇને કચેરી સમય દરમિયાન નમૂના ફોર્મ મેળવી લેવાનું રહેશે.

આગામી તા.૧૦ જુન સુધીમાં આ અરજી પત્રક કચેરીને પહોંચાડી દેવાનું રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા, અધૂરી વિગતો, અધૂરા પ્રમાણપત્રો અને વીતી ગયેલી તારીખ બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા હોય અને જો તેમણે અરજી કરેલી હોય, તો તેઓને ઇન્ટરવ્યુ માટે અગાઉથી જાણ કરવામાં આવશે.

ઇન્ટરવ્યુમાં જરૂરી આધાર પુરાવાઓ જેવા કે સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, રેશન કાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવાઓ સાથે લઈ જવાના રહેશે.

મઘ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રના સંચાલકની નિમણુંકની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહતમ ૬૦ વર્ષની રાખવામાં આવેલ છે.

ભરતી અન્વયે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો સરકારનાં શિક્ષણ વિભાગ, ગાંધીનગરનાં તા.૦૩/૧૦|૨૦૧૬ નાં ઠરાવ મુજબની આપેલ સુચનાઓ તેમજ સ૨કારનાં વખતોવખતનાં ઠરાવો, પરિપત્રો ઘ્યાને લેવાનાં રહેશે.

ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવા જોઈએ. અને તે જ ગામનાં વ્યકિત હોવા જોઈએ. જે ગામે એસ.એસ.સી. પાસ ઉમેદવાર ન હોય ત્યાં ધોરણ-૭ પાસ માટે છુટછાટ આપવામાં આવશે.

ગામડાંની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વ્યકિતઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોમાંથી આવેલ ઉમેદવારને નિમણૂંકમાં અગ્રતાક્રમ આપવાની રહેશે.

નિમણુંકમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ઉમેદવારોને અગ્રતા આપવાની રહેશે. મહિલા ઉમેદવા૨ને પસંદગીમાં અગ્રતા આપવાની રહેશે.

અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રમાં જેમણે ફરજ બજાવેલ હોય તેવા ઉમેદવારોને તેઓની સામે ગંભીર પ્રકારની ગેરરીતીના આક્ષેપ થયા ન હોય અને નિમણૂંક માટે પાત્રતા ધરાવતી હોય તો તેવી વ્યકિતઓને નિમણૂંકમાં સૌ પ્રથમ અગ્રતા આપવાની રહેશે.

કોઈપણ ગુનાહિત કાર્ય કરેલ હોય તેની સાથે સંકળાયેલ હોય, અક્ષમ્ય હોય તેવી કસુર કરી હોય અને પોલીસ ફરિયાદ થઈ હોય, તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેમજ તપાસણી સમયે ગેરરીતિ સબબ કસુરવાર ઠરેલ હોય તેવી વ્યક્તિને નિમણુંક આપી શકાશે નહી.

સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર હોય તેવી વ્યકિતઓ અરજી કરી શકશે નહીં.

સ્થાનિક ઉમેદવારને અગ્રતા આપવાની ૨હેશે.

રાજય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ નોકરીમાંથી ફરજીયાત રીતે નિવૃત થયેલી કે રુખસદ આપેલી હોય કે બરતરફ કરેલી હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહીં.

અનાજ દળવાની ઘંટી ચલાવતી હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહીં.

કોઈ પણ અન્ય જગ્યાએ માનદ વેતન મેળવતી કે નોકરી કરતી વ્યક્તિઓને નિમણુંક આપી શકાશે નહીં.

શાકભાજી મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યક્તિ અરજી કરી શકશે નહી.

અરજી ફોર્મ સાથે શાળા છોડયાના પ્રમાણપત્રો, માર્કશીટ તથા રેશનકાર્ડ, ચુટણી ઓળખપત્ર તથા અન્ય અનુભવ અંગેના સર્ટીફીકેટની પ્રમાણીત નકલો સાથે રજુ કરવાની રહેશે.

ઉમેદવાર વકીલાત જેવો વ્યવસાય કરતા ન હોવા જોઈએ.

કોઈપણ ઉમેદવાર ઉપર જણાવેલ તારીખ અને સમયે ઈન્ટરવ્યુમાં જાતે હાજર રહેવામા કશુર કરશે તો તેઓ સંચાલક તરીકે રહેવા માંગતા નથી તેમ માની લઈ જે તે ઉમેદવારની અરજી દફતરે કરવામા આવશે. તેમ ધ્રોલ મામલતદારની યાદીમાં જણાવવામા આવ્યું છે.


Advt.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment