જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

 જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટર બી.કે. પંડ્યાએ લગત અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી. ધારાસભ્યઓએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, પીજીવીસીએલની કામગીરી, પાણી પૂરવઠા વિભાગના પ્રશ્નો, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, આંગણવાડી વિભાગને લગત રજૂઆતો સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી હતી.

જિલ્લા કલેક્ટરએ જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, નાયબ વન સંરક્ષક આર ધનપાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, સંલગ્ન પદાધિકારીઓ અને અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ તથા વિવિધ વિભાગના અધિકારી ઓ હાજર રહ્યા હતા.


Advt.

 

 

 

Related posts

Leave a Comment