આગામી તા.૨૭ માર્ચના રોજ જામનગર ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર    મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’ નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે.  જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ ૨૭-૦૩-૨૦૨૫ ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ ૧૦-૦૩-૨૦૨૫ સુધીમાં કલેકટર કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.  સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.…

Read More

જામનગરમાં પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું 

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત જીલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જામનગર જિલ્લાના ૬ તાલુકાના ૭ ઘટક કક્ષાએ ટેક હોમ રાશનમાંથી, મિલેટ અને સરગવામાંથી બનતી વાનગીમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.  આ સ્પર્ધામાં ભાગ લેનાર આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ દ્વારા વિવિધ ૪૨ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. મિલેટ અને THR માંથી ૧ થી ૩ નંબર મેળવેલ સ્પર્ધકોને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા…

Read More

જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા ઓપરેટર અનવર સોઢા વય નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યએ ભરેલ હરણફાળ પ્રગતિમાં પ્રત્યેક જિલ્લા સાથે ખભેખભા મેલાવીને શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, પોષણ, મહિલા સશક્તિકરણ સહિત દરેક ક્ષેત્રમાં સાધેલ પ્રગતિમાં માહિતી અને પ્રસારણ વિભાગની મહત્વપૂર્ણ સહભાગીદારીતા રહી છે. તા.૨૮ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જીલ્લા માહિતી કચેરીના કર્મચારી અને કામગીરી વ્યવસ્થાના ભાગરૂપે જામનગર જીલ્લા માહિતી કચેરી ખાતે કામગીરી કરતા ઓપરેટર અનવર સોઢા વય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહમાં જામનગર જીલ્લા માહિતી કચેરીના ઈ.ચા.નાયબ માહિતી નિયામક શ્રીમતી સોનલબેન જોશીપુરા, દેવભૂમિ દ્વારકાના સહાયક માહિતી નિયામક પરિમલભાઈ પટેલ…

Read More

જામનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર      આગામી દિવસોમાં હોળી, ધુળેટી, ચેટીચાંદ અને રમઝાન ઈદ જેવા તહેવારો ઉજવવામાં આવનાર હોય, જેને ધ્યાનમાં લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તારીખ ૦૫-૦૪-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.  જાહેરનામામાં દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને…

Read More

આગામી તા.૦૭ માર્ચના રોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર     આગામી તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ પોતાના બાયો ડેટા સાથે તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર કચેરી, એસ.ટી. ડેપો સામે જામનગર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે. વધુ માહિતી માટે ૦૨૮૮-૨૫૬૪૬૫૪ પર સંપર્ક કરી શકાશે.

Read More

રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટે આગામી તા.૧૭ માર્ચ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓએ તેમજ દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ(નોકરીદાતઓ) ‘દિવ્યાંગ-પરિતોષિક’ મેળવી શકે છે. જેથી દિવ્યાંગ પરિતોષિક મેળવવા ઇચ્છુકે લાગુ પડતા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી આધાર સાથે જેમાં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ હોવાનું- ત્રણ માસથી જૂનું ન હોય તેવું તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો…

Read More

લાખાબાવળ ગામે પશુપાલકોના ઘેટાં બકરાં સંવર્ગના પશુઓનું મૃત્યુ થતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લીધી 

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર તાલુકાના લાખાબાવળ ગામે થોડા દિવસ પહેલા હિંસક પ્રાણીના શિકારથી પશુપાલકોના ઘેટાં બકરાં સંવર્ગના ૩૪ પશુઓના મૃત્યુ થયા હતા. જેને લઈને રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પશુપાલકો સાથે રૂબરૂ મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ જીવ હોય તે અણધારી વિદાય લે એટલે આઘાત તો લાગે જ ત્યારે ઘેટાં-બકરાંઓના મૃત્યુ થતા માલધારીઓના આ કપરાં સમયમાં મદદરૂપ થવા અને યોગ્ય સહાય ચુકવવા મંત્રીએ ખાતરી આપી હતી. તેઓએ પશુપાલન વિભાગ અને વનવિભાગના અધિકારીઓ સાથે…

Read More

ભાવનગરમાં યોજાનાર “નમો સખી સંગમ મેળો” ના આયોજન અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ભાવનગરના જવાહર મેદાન ખાતે આગામી તા. ૯ થી ૧૨ માર્ચ દરમિયાન યોજાનાર “નમો સખી સંગમ મેળો” ના આયોજન અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ હતી.  આ બેઠકમાં દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાએ અધિકારીઓએ કરેલ તૈયારીઓ અંગેની માહિતી મેળવી હતી તેમજ એમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીને “નમો સખી સંગમ મેળો” ના આયોજન અંગેની માહિતી જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ તા. ૯ થી ૧૧ માર્ચ સુધી યોજાનાર…

Read More

ભાવનગરમાં ધોરણ-10માં અંગ્રેજી વિષયની 29,680 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે સવારે ધોરણ-10માં અંગ્રેજી (S.L.) વિષયની પરીક્ષામાં નોંધાયેલાં 30,264 વિદ્યાર્થીઓ પૈકી‌ 29,680 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 584 વિદ્યાર્થીઓની તેમાં ગેર હાજરી નોંધાઇ હતી.      આજે બપોરે લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષામાં નોંધાયેલા 10,163 વિદ્યાર્થીઓ પૈકી 10041 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 122 વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં. તેવી જ રીતે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયની પરીક્ષામાં નોંધાયેલા 1,766 વિદ્યાર્થીઓ પૈકી 1,752 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 14 વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.

Read More

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક અન્વયે અરજી તારીખ ૧૭ માર્ચ સુધી કરી શકાશે 

હિન્દ ન્યુઝ, ભાવનગર    રાજ્ય દિવ્યાંગ પારિતોષિક અન્વયે અરજી કરવાની તા. ૧૭ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. જેમાં ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા એટલે કે ખોડખાપણ ધરાવતા લોકો જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકશે.  રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ ૨૦૨૪ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના માટેની અરજીની તારીખ ૧૭ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ યોજનામાં ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા…

Read More