મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના અભિગમ સાથે 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યુ છે. 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોની જનસુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે કરવામાં આવેલ નગરપાલિકાઓના અપગ્રેડેશનના પરિણામે 1 લાખથી વધુ વસતિ ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21 નગરપાલિકાઓ, 50 હજારથી 1 લાખ સુધીની વસતિ ધરાવતી બ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 22 અને 25 હજારથી 50 હજારની વસતિ ધરાવતી ક-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 26 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે.

Read More

ભાવનગરના જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા” નો કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર નમો સખી સંગમ મેળો એ નારીશક્તિની કુશળતા, સર્જકતા અને પરિશ્રમને વંદન કરવાનો અવસર છે : કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી અને કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ લખપતિ દીદી, નમો ડ્રોન દીદી બહેનોનું સન્માન કરાયું: સ્વસહાય જૂથોની બહેનોને રૂ.૮૮ લાખના ચેક એનાયત “નમો સખી સંગમ મેળા” માં સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન યોજાશે

Read More

હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખી દાહોદ પંચમહાલ જવા માટે તા.૧૨ માર્ચ સુધી એસ.ટી. વિભાગ ૫૫૦ એક્સ્ટ્રા બસો દોડાવશે

આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને “એસ ટી આપના દ્વારે” અંતર્ગત તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે હિન્દ ન્યુઝ, સુરત      સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા માટે તા.૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન ત્રણ દિવસ માટે સાંજે ૦૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા ૫૫૦ એકસ્ટ્રા બસો દોડાવાશે. એકસ્ટ્રા બસોથી ૩૦ હજાર જેટલા નાગરિકો વતન પહોચી શકશે. 

Read More

તા.૧૧મીએ નર્મદ યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર યોજાશે

રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક હિન્દ ન્યુઝ, સુરત     સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.

Read More

તાલુકા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મી.દોડ, ૫૦ મી. દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો માટે બેટરી ટેસ્ટ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત      સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માં પ્રવેશ માટે ખેલ મહાકુંભ ૩.૦ હેઠળ સુરત જિલ્લામાં તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મી.દોડ, ૫૦ મી. દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં ૧ થી ૮ વિજેતા થયેલા વિજેતા ખેલાડી (ભાઈઓ/બહેનો) માટે જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સુરત જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓ યાદી પ્રમાણે આવકાર્ય છે. 

Read More

સુરતમાં આયોજિત ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત      સુરતમાં આયોજિત ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ અંતર્ગત યુવાનોને ઔદ્યોગિક, પ્રવાસન ક્ષેત્ર મુલાકાત અને વિવિધ વિષયક સંવાદ સત્રો યોજાયા.  ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ, નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૪ થી ૮ માર્ચ સુધી “ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પંજાબથી આવેલા સહભાગી યુવાનોને ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાત કરાવાઈ હતી.સુમુલ ડેરી, યુરો વેફર્સ, અતુલ બેકરી, એચ.કે. ડાયમંડ, ડુમસ બીચ અને વી.આર. મોલ જેવી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ અને વિજ્ઞાન સાથે સંબંધિત જગ્યાઓની મુલાકાત પણ લીધી હતી.

Read More

સ્ત્રી એટલે સર્જનહારનું સર્વોત્તમ સર્જન

હિન્દ ન્યુઝ, રાજકોટ     સ્ત્રી એટલે સર્જનહારનું સર્વોત્તમ સર્જન. આમ તો સ્ત્રી સ્વયં જ સર્જનહાર છે. ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ…. પ્રકૃતિ, કલા અને સર્જનાત્મકતાના સમન્વય સમાન એક નારીની.. જેણે ઘરની અગાશીમાં શાકભાજી-ફળો વાવીને કુદરત સાથે સીધું તાદાત્મ્ય સાધ્યું છે. રાજકોટનાં મંજુલાબેન ગજેરાની અગાશીમાં નાના-મોટા અનેક પ્લાન્ટ્સનો ઉછેર થાય છે. એમની અગાશીમાં આદું, હળદર કે ગળો જેવા ઔષધિય છોડ પણ જોવા મળે તો રોજીંદા ઉપયોગમાં લેવાતા શાકભાજી પણ તેમણે વાવ્યાં છે.    મંજુલાબેન ગજેરા મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં કહે છે કે “ગૃહિણી ‘રસોઈની રાણી’ કહેવાય છે,…

Read More

રાજકોટની પ્રાદેશિક કચેરી આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા “પોષણ ઉત્સવ – ૨૦૨૪” ની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ     મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજકોટની પ્રાદેશિક કચેરી આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા “પોષણ ઉત્સવ – ૨૦૨૪” ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિભાગીય નાયબ નિયામક, રાજકોટ ઝોનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. “પોષણ ઉત્સવ – ૨૦૨૪” ની ઉજવણીનો હેતુ પોષણનું મૂલ્ય સમજાવવા, મિલેટ્સ, ટેક હોમ રાશન તેમજ સરગવામાંથી બનતી વિવિધ વાનગીઓ વિષે જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં રાજકોટ ઝોનના કુલ ૧૨ જિલ્લા તેમજ કોર્પોરેશનમાંથી જિલ્લા કક્ષાના પ્રથમ ત્રણ વિજેતા મિલેટ તેમજ ટેક હોમ રાશન(THR) માંથી વિવિધ વાનગીનું પ્રદર્શન કર્યું હતું. ઝોન કક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય…

Read More

“વન નેશન વન રેશનકાર્ડ” યોજના

હિન્દ ન્યુઝ, રાજકોટ     પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા લાવવા તથા જન સામાન્યની સુગમતા વધારવાના શુભાશયથી “વન નેશન વન રેશનકાર્ડ” યોજના વર્ષ-૨૦૧૯માં અમલમાં મુકાઈ છે. જે અંતર્ગત લાભાર્થી તરીકે નોંધાયેલ કોઈ પણ રાશનકાર્ડધારક રોજગારી માટે કોઈ એક રાજયમાંથી બીજા રાજયમાં કે એક જ રાજયના કોઇ પણ જિલ્લા, તાલુકા, ગામ કે શહેરમાં વસવાટ કરતા હોય, ત્યાંની વાજબીભાવની દુકાન પરથી પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. જેથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને પોતાનું રાશન ખૂબ સરળતાથી ઉપલબ્ધ થાય છે.  આ યોજના હેઠળ કોઈ પણ સ્થળેથી મળવાપાત્ર…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા “ન્યૂ ઈન્ડિયા મહિલા ઉદ્યમ વીમા” પોલિસી શરૂ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારત સરકાર દ્વારા મહિલાઓને ઉદ્યોગ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા તથા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગમાં મદદ મળે તેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા “ન્યૂ ઈન્ડિયા મહિલા ઉદ્યમ વીમા” પોલિસી શરૂ કરવામાં આવી છે.  કંપની દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને સહયોગ અને સુરક્ષા પૂરી પાડવા આ એક નાનો પ્રયાસ છે. રૂપિયા પાંચ કરોડ સુધીનું કદ અથવા મૂલ્ય ધરાવતી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ ચલાવતી મહિલા ઉદ્યોગ સાહસિકોના લાભાર્થે આ પોલિસી શરૂ કરવામાં આવી છે, જેમાં આગ અને આનુષંગિક જોખમોને…

Read More