“વન નેશન વન રેશનકાર્ડ” યોજના

હિન્દ ન્યુઝ, રાજકોટ

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા લાવવા તથા જન સામાન્યની સુગમતા વધારવાના શુભાશયથી “વન નેશન વન રેશનકાર્ડ” યોજના વર્ષ-૨૦૧૯માં અમલમાં મુકાઈ છે. જે અંતર્ગત લાભાર્થી તરીકે નોંધાયેલ કોઈ પણ રાશનકાર્ડધારક રોજગારી માટે કોઈ એક રાજયમાંથી બીજા રાજયમાં કે એક જ રાજયના કોઇ પણ જિલ્લા, તાલુકા, ગામ કે શહેરમાં વસવાટ કરતા હોય, ત્યાંની વાજબીભાવની દુકાન પરથી પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. જેથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને પોતાનું રાશન ખૂબ સરળતાથી ઉપલબ્ધ થાય છે. 

આ યોજના હેઠળ કોઈ પણ સ્થળેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવવા માટે લાભાર્થીએ પોતાના રાજયમાં રાશનકાર્ડ સાથેનું આધાર સીડીંગ કરેલ હોવું જરૂરી છે. કોરોના કાળમાં લાખો લોકોએ આ યોજનાનો લાભ લીધેલ છે.

આ યોજનાના અમલીકરણ માટે દરેક વાજબી ભાવના દુકાનદારને વધારાનો અનાજનો જથ્થો (ઘઉં અને ચોખા) આપવામાં આવે છે. જે વાજબી ભાવની દુકાનેથી વધુ રાશનકાર્ડધારકો ‘‘વન નેશન વન રાશનકાર્ડ (ONOR)’’ હેઠળ લાભ મેળવતા હોય તે વાજબી ભાવના દુકાનદાર જાતે પોતાના લોગ ઇનમાંથી ADDITIONAL PERMIT (વધારાની પરમીટ) જનરેટ કરી વધારાનો અનાજનો જથ્થો મેળવી શકે છે.

રાજકોટ જિલ્લામાં દર મહિને અન્ય રાજય, જિલ્લા, તાલુકા, ગામના લાભાર્થીઓ ‘‘વન નેશન વન રાશનકાર્ડ (ONOR)’’ હેઠળ અનાજનો લાભ મેળવે છે. રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી ૨૦૨૪થી ડીસેમ્બર-૨૦૨૪ સુધીમાં અન્ય રાજ્યના ૧૧,૭૮૭ લાભાર્થીઓ, અન્ય જિલ્લાના-૬૪,૭૫૬ લાભાર્થીઓ અને અત્રેના જિલ્લામાં જ અસર પરસ તાલુકામાં રોજીરોટી માટે આવેલ-૧,૦૯,૮૬૪ લાભાર્થીઓ મળીને કુલ-૧,૮૬,૩૦૭ લાભર્થીઓને ગત વર્ષમાં ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમ હેઠળ પોર્ટેબીલીટી દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવેલ છે. ઉપરોક્ત, રાજકોટ જિલ્લામાં વસતા સર્વે પરપ્રાંતના NFSA રેશનકાર્ડ ધારકોએ યોજનાનો લાભ લેવા જિલ્લા પુરવઠા તંત્ર રાજકોટની અપીલ છે.

Related posts

Leave a Comment