હિન્દ ન્યુઝ, ગાંધીનગર
નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોની જનસુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે કરવામાં આવેલ નગરપાલિકાઓના અપગ્રેડેશનના પરિણામે 1 લાખથી વધુ વસતિ ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21 નગરપાલિકાઓ, 50 હજારથી 1 લાખ સુધીની વસતિ ધરાવતી બ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 22 અને 25 હજારથી 50 હજારની વસતિ ધરાવતી ક-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 26 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે.