હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે.
જેમાં આવતીકાલે તા.૦૫/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં દેવળીયા અને પાળીયાદ, તળાજા તાલુકામાં પીથલપુર, મહુવા તાલુકામાં અમૃતવેલ અને મોટા જાદરા, પાલિતાણા તાલુકામાં ઠાડચ અને રાજપરા (ઠા), સિહોર તાલુકામાં પીપળીયા અને ઉસરડ, વલ્લભીપુર તાલુકામાં નવા રામપર અને પીપળી, ઘોઘા તાલુકામાં ભવાનીપરા અને છાયા, ઉમરાળા તાલુકામાં ઉજળાવાવ અને વડોદ તેમજ ગારીયાધાર તાલુકામાં માનગઢ અને ચોમલ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નાં રથ ફરશે.